January 16, 2026
Vartman Pravah
Breaking Newsચીખલી

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,તા.08
ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક એમ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું હતું.પરિવાર તથા સહવિદ્યાર્થીઓના સેમ્‍પલો લેવાની અને સંબંધિત વર્ગખંડ બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મજીગામ ડેરા ફળીયાની રહીશ 15-વર્ષીય વિદ્યાર્થીની વંકાલ હાઈસ્‍કૂલમાં ધોરણ-10માં અભ્‍યાસ કરે છે. જેને તાવ અને માથું દુઃખવાની તકલીફ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતા હોમ આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઇ હતી. આ ઉપરાંત મલિયાધરા પ્રાથમિક શાળામાં ધોરણ-8 નો 13-વર્ષીય વિદ્યાર્થીને પણ શરદી, ઉધરસ અને તાવના લક્ષણ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટકરવામાં આવ્‍યો હતો. ઉપરાંત વિદ્યાર્થી મલિયાધરા ગામનો જ રહીશ પણ છે.
આરોગ્‍ય વિભાગ દ્વારા ઉપરોક્‍ત બંને વિદ્યાર્થીઓના સહ વિદ્યાર્થીઓ,સ્‍ટાફ અને પરિવારજનોના સેમ્‍પલ લેવાની અને તેમની શાળાના ધોરણ-10 અને 8 ક્‍લાસરૂમો બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment