October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા ધોરણ 10મા એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનામાં ફરી પરીક્ષામાં લેવામાં આવતી હોય છે. ગુજરાત બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાતી આ પૂરક પરીક્ષા માટે દમણ ખાતે આવેલ સાર્વજનિક વિદ્યાલયમાં ઘણા વર્ષોથી પરીક્ષાનું કેન્‍દ્ર આપવામાં આવે છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ, દમણના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા માટે વિદ્યાલયનો શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારી સ્‍ટાફ અવિરત સેવા કાર્યમાં જોડાય છે અને પ્રશાસનિક કાર્યમાં ખભેથી ખભા મિલાવીને કાર્ય કરે છે. નાની દમણ વિસ્‍તારમાં શહેરના કેન્‍દ્રમાં આવેલી સાર્વજનિક વિદ્યાલય, દમણ ખાતે તા. 18જુલાઈ થી 22 જુલાઈ સુધી પાંચ દિવસ ચાલેલી આ પરીક્ષામાં દમણ વિસ્‍તારની શાળાઓના આશરે 774 થી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોની બોર્ડની પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી.

Related posts

વાપી દમણગંગા નદી ઉપર 105 કરોડના ખર્ચે વધુ એક ડેમ અને રિવરફ્રન્‍ટનું નિર્માણ થશે

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

મોટી દમણ કોમ્‍પલેક્ષના વાર્ષિક રમતોત્‍સવમાં પરિયારી અને દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા સંયુક્‍ત રૂપે ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment