November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા ધોરણ 10મા એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનામાં ફરી પરીક્ષામાં લેવામાં આવતી હોય છે. ગુજરાત બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાતી આ પૂરક પરીક્ષા માટે દમણ ખાતે આવેલ સાર્વજનિક વિદ્યાલયમાં ઘણા વર્ષોથી પરીક્ષાનું કેન્‍દ્ર આપવામાં આવે છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ, દમણના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા માટે વિદ્યાલયનો શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારી સ્‍ટાફ અવિરત સેવા કાર્યમાં જોડાય છે અને પ્રશાસનિક કાર્યમાં ખભેથી ખભા મિલાવીને કાર્ય કરે છે. નાની દમણ વિસ્‍તારમાં શહેરના કેન્‍દ્રમાં આવેલી સાર્વજનિક વિદ્યાલય, દમણ ખાતે તા. 18જુલાઈ થી 22 જુલાઈ સુધી પાંચ દિવસ ચાલેલી આ પરીક્ષામાં દમણ વિસ્‍તારની શાળાઓના આશરે 774 થી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોની બોર્ડની પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી.

Related posts

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

vartmanpravah

Leave a Comment