October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

177 વિધાનસભાની વાંસદા બેઠકના પ્રતિનિધિ તરીકે અક્ષર રસીકભાઈ ટાંક પ્રશ્નોતરીમાં ભાગીદાર બન્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: નવી યુવા પેઢીને રાજકારણ, દેશની પ્રગતિ સમસ્‍યા અને વહીવટી સુજ સમજ અને જ્ઞાન મલે એ માટે ગાંધીનગરમાં ગતરોજ મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 182 ધારાસભ્‍ય તરીકે યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. જેમાં વાંસદા 177 વિધાનસભાના પ્રતિનિધિ તરીકે અક્ષર રસીકભાઈ ટાંક નામનો વિદ્યાર્થી પસંદ થયો હતો. અક્ષરએ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
શાસકપક્ષ-વિપક્ષની જેમ વિદ્યાર્થીઓ મોકવિધાનસભામાં જોડાયા હતા. 182ની સંખ્‍યામાં 13 મંત્રી, એક સી.એમ. અને એખ વિપક્ષ નેતા અલગ-અલગ વિદ્યાર્થીઓ બન્‍યા હતા. યુવા મોડેલ વિધાનસભા દેશની પ્રથમ વિધાનસભા યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પ્રતિભા ઉજાગર કરી હતી. પસંદગી પામેલા યુવાનો (વિદ્યાર્થીઓ)માં વાંસદાના અક્ષર રસીકભાઈ ટાંકની પસંદગી થઈ હતી. મુખ્‍યમંત્રી અમદાવાદનો રોહન રાવલ બન્‍યો હતો. વિવિધ વિભાગોના 30 પ્રશ્નો પૂછાયા હતા. જેના મંત્રી તરીકે પસંદ થયેલા 13 વિદ્યાર્થીઓએ સ્‍ક્રીપ્‍ટ મુજબ જવાબો આપ્‍યા હતા. કોંગ્રેસના એક વિદ્યાર્થી આકાર મહેતાએ વીજ સમસ્‍યાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્‍યો હતો. મોડેલ એસેમ્‍બલીમાં ભાગ લેવા માટે 5000 એન્‍ટ્રી પૈકી 182 પ્રતિભાશાળી વિદ્યાર્થી પસંદગી પામ્‍યા હતા.

Related posts

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah

Leave a Comment