Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જય અંબે થાણાપારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી દાદરા

દમણ, સેલવાસ, ઉમરગામ તથા પારડી વિસ્‍તારના માહ્યાવંશી સમાજના ક્રિકેટરો માટે થતું ટૂર્નામેન્‍ટનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: રવિવારે મોટી દમણ નાયલાપારડીના બિરસા મુંડા ગ્રાઉન્‍ડ ખાતે જય અંબે થાણા પારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયન બની હતી અને દાદરાની ટીમ રનર્સ અપ રહી હતી.
જય અંબે થાણાપારડી યુવા મંડળ દ્વારા દમણ, ઉમરગામ, સેલવાસ તથા પારડી તાલુકાના માહ્યાવંશી સમાજ માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન છેલ્લી 4 સિઝનથી કરી રહ્યું છે. પાંચમી સિઝન દરમિયાન મુખ્‍ય અતિથિ તરીકે પાલીનાવરિષ્‍ઠ સમાજસેવક શ્રી રાજેન્‍દ્રભાઈ બારી ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે રાશી બિઝનેશના શ્રી રાજેશ રાઠોડ, શ્રી હેમેન્‍દ્ર પારડીકર, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પારડીકર, શ્રી સંજયભાઈ દમણિયા, ડો. દર્શન માહ્યાવંશી તથા શ્રી રાજેન્‍દ્રભાઈ પટેલ સહયોગી રહ્યા હતા.

Related posts

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

ખુડવેલમાં બાઈક પાછળ બેસેલ યુવાન પટકાતા પાછળથી આવતી બાઈક ચઢી જતા મોત

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment