Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી)માં મળેલા મહત્‍વપૂર્ણ સ્‍થાનથી ઉદ્યોગોને પોતાના માલ પરિવહન માટે વાપી મહત્‍વનું સ્‍ટેશન બનશેઃ દીપેશભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.25: બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનનું વાપી રેલવે સ્‍ટેશન ખાતે સ્‍ટોપેજ અપાતા ઉત્તર ભારતીય સમાજની ખુબ જ લાંબા સમયની માંગણી પૂર્ણ થવા પામી છે. આજે સવારે 7 વાગ્‍યે વાપી ખાતે હમસફરસુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને સ્‍ટોપેજ મળતાં ભાજપે રેલવે સ્‍ટેશન ઉપર પહોંચી હમસફર એક્‍સપ્રેસ ટ્રેનના ડ્રાયવરને પુષ્‍પગુચ્‍છ આપી મોંઢુ પણ મીઠું કરાવ્‍યું હતું.
આ પ્રસંગે વાપી રેલવે સ્‍ટેશન ખાતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, દાનહ લોકસભાની પેટા ચૂંટણી દરમિયાન ભાજપે ઉત્તર ભારતીય સમાજને વચન આપ્‍યું હતું કે, હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ આપવામાં આવશે. જે આજે વચન પૂર્ણ થવા બદલ તેમણે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ, પ્રદેશ પ્રભારી અને રાષ્‍ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્‍યા રહાટકર અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલનો આભાર પણ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપની કેન્‍દ્ર સરકાર જન જનની સમસ્‍યાઓના નિરાકરણ માટે ઈમાનદારીપૂર્વક પ્રયાસ કરી રહી છે. આવતા દિવસોમાં વાપી સ્‍ટેશનને ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી)માં પણ મહત્‍વપૂર્ણ સ્‍થાન મળવા જઈ રહ્યું છે, જેના કારણે ઉદ્યોગોને પોતાના માલ પરિવહન માટે વાપી મહત્‍વનું સ્‍ટેશન બનશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના સાંસદ ડો. કે.સી.પટેલ, દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, ભાજપના મહિલાનેતા શ્રીમતી તરૂણાબેન પટેલ, પ્રદેશ સચિવ શ્રી અનિલ દિક્ષિત, શ્રી બળવંત યાદવ, શ્રી નિરજ પાંડે, શ્રી સંદીપ તિવારી, શ્રી આશિષ ઠક્કર, વાપી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

દમણમાં આદિવાસી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કરાવેલો આરંભ

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

vartmanpravah

દુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય રમતમાં ચીખલી તાલુકાના ઊંઢવળ ગામનો જેનીલ પટેલે ત્રણ મેડલ મેળવ્‍યા

vartmanpravah

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

vartmanpravah

Leave a Comment