(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના સાયલી ગામે નહેર નજીક કીચડમાંથી અજાણી યુવતીની હાથ પાછળ તરફ બાંધેલ અવસ્થામા લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ગામના સ્થાનિક વ્યક્તિને નહેર નજીક દુર્ગંધ આવતા તેમણે નજીક જઈને જોતાં કીચડમાં એક લાશ પડેલ હોવાનું નજરે પડયું હતું. તેમણે તાત્કાલિક પોલીસને ફોન કરતા સાયલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ. અને એમની ટીમ પહોંચી જતાં અને તપાસ કરતા કોઈ અજાણી યુવતી જેની (અંદાજીત ઉંમર 25 વર્ષ) જેણે કાળા કલરનું જીન્સ પેન્ટ અને બ્લ્યુ કલરનું ટી-શર્ટ પહેરેલું હતું અને એના બન્ને હાથો પાછળની તરફ બાંધેલા હતા. આ ઘટનાની જાણ થતાં દાનહ એસ.પી., સેલવાસ પી.આઇ.અને એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરની ટીમ પહોંચી હતી. અનુમાનમાં આ લાશ ઘણા દિવસ જૂની હોવાનું માલૂમ પડતું હતું. પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દાનહ પોલીસ દ્વારા આ ઘટનામાં યુવતીની હત્યા કરવામાં આવેલ છે કે પછી બીજું કોઈ કારણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.