January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવાપી

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27
દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓબંધ કરાવવાના આદેશને પગલે હરકતમાં આવેલ પોલીસે પીઆઈ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ છાપો મારી સરૈયા ગામેથી રમેશ ભંગીયા હળપતિ, પદ્માબેન મુકેશ હળપતિ, ચાસા ગામેથી કિશોર છગન હળપતિ, આલીપોરથી સંગીતા અર્જુન નાયકા, રામી ઠાકોરભાઈ હળપતિ, ટાંકલથી નિરૂબેન કિશોરભાઈ પટેલ, મીનાબેન અમ્રતભાઈ પટેલ સહિત સાત જેટલાને દેશી દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડ્‍યા હતા. સાથે પોલીસે 23-લીટર દેશી દારૂ, 181-લીટર રસાયણ, 15-લીટર ચાલુ ભઠ્ઠીનું રસાયણ અને પ્‍લાસ્‍ટિકના કેન, તગારા, પાઈપ તેમજ દેશી દારૂની ભઠ્ઠીમાં વપરાતા અન્‍ય સાધનો કબ્‍જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે રસાયણનો પોલીસ દ્વારા નાશ કરાયો હતો.
વધુમાં પોલીસ જોઈને ભાગી જતા તેજલાવના ગામના ધર્મેશ પટેલ અને ખાંભડાના મનુ ગુલાબ પટેલને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા આયોજનથી દમણ અને દાનહમાં ભગવાન બિરસા મુંડાનો સર્વત્ર જય જયકાર

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

Leave a Comment