October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેજ ગામે રસ્‍તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ

વરસાદી પાણીના નિકાલની સમસ્‍યાનું કાયમી નિરાકરણ લવાતા ગ્રામજનોમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: ચીખલી તાલુકાના ઘેજ ગામમાં મુખ્‍યમાર્ગથી નેશનલ હાઈવે વાઘલધરાને જોડતામાર્ગનું અને ભરડા એમડીઆરનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, આ કામની મુલાકાત માટે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ દિપાબેન પટેલ પહોંચતા આ માર્ગ ઉપર વરસાદી પાણીના ભરાવાની સમસ્‍યા અંગે સ્‍થાનિક આગેવાન શ્રી શૈલેષભાઈ, સરપંચ શ્રી રાકેશભાઈ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા રજૂઆત કરી જરૂરી આરસીસી પાઈપ અને માર્ગની બાજુમાં ગટરની વ્‍યવસ્‍થા કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમયમ બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ દ્વારા વરસાદી પાણીના નિકાલના કાયમી નિરાકરણ માટે જરૂરી આરસીસી પાઈપ અને ગટર ચેમ્‍બર સહિતની વ્‍યવસ્‍થા કરવા માટે માર્ગ મકાન વિભાગના ઈજનેર ને સૂચના આપવામાં આવી હતી અને આ માટે એજન્‍સી દ્વારા તજવીજ પણ હાથ ધરાતા સ્‍થાનિકોમાં મોટી રાહત સાથે આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.
બાંધકામ અધ્‍યક્ષ તરીકેનો પદભાર સાંભળ્‍યા બાદ દિપાબેન પટેલના સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરી વિકાસના કામોનું જાતે નિરીક્ષણ કરવાના અભિગમથી લોકોને રાહત થઈ હતી.

Related posts

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

Leave a Comment