Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

વિવિધ સેવાકીય કાર્યોની માહિતી આપતા નવા નિમાયેલા પ્રમુખ લા.મોહમ્‍મદ નલવાલા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27
લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા આજરોજ બુધવારના હોટલ અશોકા પેલેસ દમણ ખાતે વર્ષની પ્રથમ બોર્ડ તથા જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ડો.નીલમ મહેતાતથા લા.શાંતિલાલ પટેલના માતૃશ્રીની શાંતિ પ્રાર્થના તથા બે મિનિટના મૌન બાદ શરૂ થયેલ આ બોર્ડ મીટીંગમાં હાલના નવા વરાયેલા પ્રમુખ લા.મોહમ્‍મદ નલવાલાએ આવનારા સમયમાં કલબ દ્વારા કરવામાં આવનારા વિવિધ સેવાકીય કાર્યોની માહિતી આપતા જણાવ્‍યું હતું કે તા.31મી જુલાઈ ના રોજ સુખેશ આશ્રમ શાળાના બાળકોને અનાજ કીટનું વિતરણ, 15 મી ઓગસ્‍ટે વલસાડ જિલ્લા પોલીસના સહયોગ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ, સિનિયર સીટીઝન માટે સંગીત સંધ્‍યાના કાર્યક્રમની જાણકારી બોર્ડને જણાવી હતી.
કલબના સેક્રેટરી લા.પ્રેરણા પટેલે કલબ ઓફ રિપોર્ટ વાંચ્‍યો હતો. જ્‍યારે ટ્રેઝરર લા.ભરત દેસાઈએ કલબની નાણાકીય માહિતી આપી હતી. આ તબબકે નવનિર્મિત કલબ લાયન્‍સ કલબ ઓફ પારનેરા પર્ર્લંના હોદેદારોને આવકાર્યા હતા.

Related posts

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

Leave a Comment