December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

  • સરકારે વીજ વિતરણનું માળખું મજબૂત અને ડિજિટલ બનાવ્યું છે.: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર 

  • છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં કુલ ૮૪૫૬ ગરીબ લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો વિના મૂલ્યે  આપવામાં આવ્યાં

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)  નવસારી, તા.27

શ્રી રામજી મંદિર  ટ્રસ્ટ હોલ, દૂધિયા તળાવ નવસારી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવનું આયોજન ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું . ઊર્જા મંત્રાલય દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગથી ઉજવણી કરવા અને ઉજ્જવલ ભારત ભવિષ્ય પાવર @2047 ની વડપણ હેઠળ પાવર સેકટરની મુખ્ય સિદ્ધિઓ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીરના અધ્યક્ષસ્થાને તેમજ જલાલપોરના ધારાસભ્યશ્રી  આર.સી.પટેલના  પ્રેરક ઉપસ્થિતિ યોજાયો હતો. સરકારની વિદ્યુતક્ષેત્રેની અભૂતપૂર્વ સિદ્ધિઓને જન-જન સુધી  પહોચાડવામાં માટે વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે .

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીરએ પ્રાસંગિક ઉદભોધન કરતાં  જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ૨૪ કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો હતો. ૨૪ કલાક વીજળી મળી રહી હોવાથી ગામડાઓ આજે દીપી ઉઠયા છે .વીજળીના લીધે ખેતીની આવકમાં વધારો થયો છે. કુલ ૨,૦૧,૭૨૨ કરોડના ખર્ચે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે. ૨૦૧૫ માં ગ્રામીણ વિસ્તારમાં પુરવઠાના સરેરાશ કલાકો ૧૨.૫ કલાક હતા જે હવે વધીને સરેરાશ ૨૨.૫ લાખ થયો છે. જે દુનિયાનું સોથી મોટું વિદ્યુતીકરણ અભિયાન છે . અવિરત વીજ પ્રવાહના લીધે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા જ અભ્યાસ અને ભરતી પરીક્ષાની તૈયારી કરીને પોતાનું અમૂલ્ય ભવિષ્ય ઘડી રહ્યા છે .વીજળીના લીધે મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.સરકારે વીજ વિતરણનું માળખું મજબૂત અને ડિજિટલ બનાવ્યું છે .

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે વીજળી વિભાગના કર્મચારીઓ રાત દિવસ મહેનત કરીને લોકોને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે . વીજળીના ક્ષેત્રમાં ૨૦ વર્ષ પહેલાની સ્થિતિની સરખામણીમાં આજની પ્રવર્તમાન  સ્થિતિ ખૂબ સમૃદ્ધ થઈ છે.  સરકારની અસરકારક નીતિને  કારણે આજે માંગ કરતા ૧.૫ ઘણું વધુ ઉત્પાદન ઊર્જા ક્ષેત્રે થયું છે . સરકારે ખૂબ મોટા વિઝનની સાથે  સાથ ખૂબ જ  માઇક્રોપ્લાન અમલીકરણ કર્યું  છે. વિશેષ કરીને કલેકટરશ્રીએ પુરની કપરા સંજોગોમાં  DGVCLના કર્મચારી દ્વારા કરવામાં આવેલી સાહસિક કામગીરીને બિરદાવી હતી . સીમા પર તૈનાત ભારતીય સેનાના સૈનિકોની જેમ જ વીજળી ઉત્પાદન કરનાર કર્મચારીએ સમાજનો  સૈનિક છે .

ગરીબ વીજ ગ્રાહકોને વિના મૂલ્યે વીજળીકરણ યોજના અને કુટિર જ્યોતિ અને ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં ઉપરોક્ત બન્ને યોજના હેઠળ  કુલ ૮૪૫૬ ગરીબ લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો વિના મૂલ્યે આપવામાં આવ્યા .

આ કાર્યક્રમમાં ભક્તા આશ્રમ શાળા નવસારીના બાળકો  દ્વારા દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એવું DGVCLના કર્મચારી દ્વારા વીજળી બચાવવાના સંદેશો પાઠવી શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેને મહાનુભાવો અને શહેરીજનોએ ખૂબ પ્રશંસા કરી હતી. વધુમાં નવા વીજ કનેક્શન મેળવનાર ૧૦  લાભાર્થીઓને  પ્રતિકાત્મક રૂપે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા સાથે સરકારની વિદ્યુતસેત્રેની અભૂતપૂર્વ સિદ્ધિઓની દસ્તાવેજી ફિલ્મો બતાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નવસારીના નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જીગીભાઈ શાહ , સંગઠનના પ્રમુખ  ડો.અશ્વિનભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ નાયક સહિત પદાધિકારીઓ ,અધિકારીશ્રી ,અને નવસારીના નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી ભાગીદારી થકી છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા ૨,૦૧,૭૨૨ કરોડના ખર્ચ કરીને

૨૯૨૧ નવા સબ સ્ટેશન બનાવ્યા

૩૯૨૬ સબ સ્ટેશનને અપગ્રેડ કર્યા

૬,૦૪,૪૬૫ સર્કિટ કી.મી LT લાઈન નાખી

૨,૬૮,૮૩૮ સર્કિટ કી.મી.11 KVA HT લાઈન નાંખી

૧,૨૨,૧૨૩ સર્કિટ કી.મી અલગ કૃષિ ફીડર બનાવ્યા

૭,૩૧,૯૬૧ નવા ટ્રાન્સફોર્મર લગાવ્યા

 પરિણામ :વર્ષ ૨૦૧૫ માં દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા ૧૨.૩૦    કલાક  હતી તે વધીને ૨૨.૩૦ કલાક થઇ ગઈ છે .

Related posts

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે નવી દિલ્હીમાં ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તકનું વિમોચન કર્યું

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

Leave a Comment