Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી અને ધરમપુર નગરપાલિકા દ્વારા ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા કક્ષા કાર્યક્રમનું આયોજન ધરમપુરમાં કુશળ કુંવરબા, અમૃત સરોવર(તળાવ) ખાતે શુક્રવારે સવારે 10:00 કલાકે કરવામાં આવ્‍યું હતું.


આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન તથા અન્‍ય હોદ્દેદારો, ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર વિજયભાઈ ઈટાલીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્‍વાગત ગીત તેમજ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શીલા ફલકમ કાર્યક્રમ, વૃક્ષારોપણ કાર્યક્રમ, દેશભક્‍તિ ગીત, મેરી માટી મેરા દેશ થીમ નૃત્‍ય તેમજ આદિવાસી નૃત્‍ય જેવા સાંસ્‍કળતિક કાર્યક્રમોએ રમઝટ જમાવી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં જન સંખ્‍યા ઉપસ્‍થિત રહી હતી. આ કાર્યક્રમમાં પંચ પ્રાણ પ્રતિજ્ઞા પ્રકાશિત દિવડાઓ સાથે લેવામાં આવી હતી. હેતલબેન પરમારે આભારવિધિ કરી હતી.

Related posts

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

Leave a Comment