September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31
સરીગામ અને આજુબાજુના વિસ્‍તારમાં જનહિત કાર્યોને કેન્‍દ્રસ્‍થાને રાખી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનારી યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આજરોજ સ્‍વ. રાયની 19 મી પુણ્‍યતિથિને યાદગાર બનાવવા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરી ઉમદા કામગીરીનુ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. સ્‍વ. કમલાશંકર રાય ભૂતકાળમાં એમના સમયગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રેતેમજ સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓના માધ્‍યમથી ખૂબ જ આગળ રહ્યા હતા. આર્થિક રીતે અને સામાજિક રીતે પાછળ રહેલા વ્‍યક્‍તિઓને મદદ કરવામાં એમણે આપેલું યોગદાનના કારણે સમાજસેવક તરીકે નામના ઉભી કરવામાં સફળતા હાંસલ કરી હતી. આજરોજ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 366 બોટલ રક્‍ત એકત્રિત કરી સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિને યાદગાર બનાવી દીધી હતી.
આજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકારે સ્‍વ. કમલાશંકર રાયે દરેક ક્ષેત્રે સમાજ સેવાને લગતી કરેલી કામગીરીને યાદ કરી હતી અને હાલમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે ટ્રસ્‍ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાયની સમય સમયે જનહિતને ધ્‍યાનમાં રાખી કરવામાં આવી રહેલી કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને રક્‍તદાનનું મહત્‍વ વિશે સમજણ આપી હતી.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, પુનાટ અખંડાનંદ આશ્રમના પૂજ્‍ય સંત જયાનંદસરસ્‍વતી બાપુ, કળષ્‍ણનંદ સરસ્‍વતી બાપુ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, એસ.આઈ.એના પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ તેમજ સરીગામના રાજકીય આગેવાનો અને વિશાળ સંખ્‍યામાં રક્‍તદાન કરવા માટે યુવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

વાપી નજીક લવાછાના પ્રસિધ્‍ધ રામેશ્વર મહાદેવ મંદિરે 11 હજાર દીપ પ્રજ્‍વલિત કરી દેવ દિવાળીની કરેલી ઉજવણી

vartmanpravah

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

Leave a Comment