Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

(વર્તણાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31
આજરોજ ઉમરગામ ટાઉન સ્‍થિત બારીયા સમાજ હોલ ખાતે ઉમરગામ અને નારગોલ મરીન પોલીસ મથક દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગૃહ વિભાગ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલું નવું પોર્ટલના માધ્‍યમથી મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઈ-એફઆઈઆર રજીસ્‍ટર કરવા માટેની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી. ઉમરગામ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર.બી. વનાર અને નારગોલ મરીન પોલીસ મથકના પી.આઈ શ્રી બી.ડી. જીત્‍યાએ ઉપસ્‍થિતો સમક્ષ ઓનલાઈન એફઆઈઆરની પદ્ધતિ વિશે સમજણ આપ્‍યા બાદ ટાઉન વિસ્‍તાર અને મુખ્‍ય પોઈન્‍ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પાલિકાના ઉપપ્રમુખશ્રી ગણેશભાઈ બારી, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.
—-

Related posts

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment