Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.૦૧
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, નવસારી આયોજીત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જાગૃતતા સેમિનાર દિનશા દાબૂ લો કોલેજ નવસારી ખાતે આજે યોજાયો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે.ગામીતે જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મોટુ યોગદાન રહયું છે. આપણા સમાજની અંદર શોષણનો ભોગ બનતી મહિલાઓ આગળ આવે અને શોષણ કે ઘરેલું હિંસાથી મુકત થવું જોઇએ. નારી ખૂબ જ સહનશીલતા ધરાવે છે. પરંતુ મર્યાદામાં રહીને શોષણ ના થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું. મહિલાઓ માટે ધણા કાયદાઓ પણ બન્યા છે. જેની જાણકારી મેળવવી જોઇએ. સરકારશ્રી મહિલાઓ આગળ આવે તે માટે અથાક પ્રયત્ન કરી રહી છે. મહિલાઓની અંદર છુપાયેલી શકિતઓને બહાર લાવવા સરકારશ્રી આવા કાર્યક્રમો કરી રહી છે જેનો લાભ દરેક મહિલાઓએ લેવા જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી નારી વંદન ઉત્સવનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ થકી મહિલાઓને સ્વાભિમાન બનાવી, સશકત બનાવવા અનુરોધ કર્યો હતો. જયાં જયાં નારી પૂજાય છે ત્યાં ત્યાં ભગવાનનો વાસ છે. હવે દરેક મહિલાઓ પુરુષ સમોવડી બની છે. મહિલાઓને સુરક્ષા માટે કોઇ તકલીફ હોય તો પોલીસ ૧૦૦ અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમનો સંર્પક કરવા જણાવ્યું હતું.
સેમિનાર દરમિયાન કાનુની સેવા સત્તામંડળના શ્રી પસાભાઇ દ્વારા કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. એવોકેટશ્રી પ્રદિપભાઇ અને રશ્મિબેન દ્વારા ઘરેલું હિંસાથી મહિલા રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ‘સખી’ વન સ્ટોપ સેન્ટર’ ના કેન્દ્ર સંચાલકશ્રી હર્ષિદાબેન દ્વારા નારી સંરક્ષણ કેન્દ્રની યોજનાકીય વિગતો આપવામાં આવી હતી. મહિલા કલ્યાણ અધિકારી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના, મહિલા સ્વવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સેહનાઝ બિલીમોરિયા, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર કરિશ્માબેન, દાબુ લો કોલેજના અધ્યાપિકા નિતાબેન તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Related posts

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્‍ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

Leave a Comment