(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ મહિલા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં મહારાષ્ટ્રના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્ય સુશ્રી યોગીની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણેદમણ ભાજપ કાર્યાલય અને આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલની સાથે મળી સદસ્યતા અભિયાનને વેગ આપ્યો હતો.
આજે મહિલા મોરચાએ વકિલ સુશ્રી અલ્પાબેન, ડો. જયશ્રી કાપડિયા, પ્રો. શિવુ ભંડારીને સભ્ય બનાવ્યા હતા.
નવરાત્રિ મહોત્સવના ઉપલક્ષમાં ભાજપ કાર્યાલયમાં કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય શ્રીમતી સોનલબેન પટેલ, મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી દિપાલીબેન શાહ સહિત મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી.
