December 1, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડાની ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની સહાય કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૧
“શિક્ષણ એ જ કલ્યાણ”ના ઉદેશ્યને સાર્થક કરવા માટે ધ ગૃપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડસના નવયુવાનો પોતાની કમાણીમાંથી નાની નાની બચત કરી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આ ગૃપ દ્વારા વલસાડ જિલ્લાના આદિવાસી એવા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનિયા ગામની પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8ના તમામ બાળકોને દફતર, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, બોલપેન, પાઉચ, પારલે બિસ્કિટ અને છત્રીનું વિતરણ કર્યું હતું. બાળકોને શિક્ષણ ઉપયોગી જરૂરી ચીજ વસ્તુઓ મળતા તેઓના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન

vartmanpravah

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

Leave a Comment