Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ દાનહએ શૈક્ષણિક સામાજિક સાંસ્‍કૃતિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે સાધેલા વિકાસની રજૂ કરેલી ગાથા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 02: દાદરા નગર હવેલીના 69મા મુક્‍તિ દિન પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ તિરંગો લહેરાવી જિલ્લામાં થઈ રહેલા વિવિધ વિકાસ કામોની ગાથા રજૂ કરી હતી.

જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પ્રદેશની મુક્‍તિ બાદ આ પ્રદેશનો વિકાસ ખુબ જ ઝડપી ગતિએ થયો છે. તેમણે જણાવ્‍યું હતું કે, આજે આપણો સમગ્ર પ્રદેશ દેશમાં ઔદ્યોગિક હબ તરીકે ઉભરી ચુક્‍યો છે. જ્‍યાં કપડાં, ફાર્માસ્‍યુટિકલ, પ્‍લાસ્‍ટિક, કેબલ વગેરેનું ઉત્‍પાદન મોટાપાયે થઈ રહ્યું છે. તેમણે લોકાભિમુખ પ્રશાસનની પ્રતિબધ્‍ધતા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લોકોની સુવિધા માટે ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ પંચાયતો અને ત્‍યાંના લોકોને ભરપુર ફાયદો મળી રહ્યો છે. સેલવાસ નગરપાલિકા અને કાઉન્‍સિલરોના સહયોગથી 100 ટકા ભીના અને સૂકા કચરાની તારવણી અલગ અલગ કરી એકત્ર કરવામાં આવી રહ્યોછે.

કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ દાદરા નગર હવેલીની બદલાઈ રહેલી તસવીરનું પ્રતિબિંબ પાડતાં જણાવ્‍યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં રિંગરોડ, પૂલ, મેડિકલ કોલેજ, આર્ટ સેન્‍ટર, ઓડિટોરિયમ, વિવિધ પૂલોની હારમાળા વગેરેના નિર્માણનું કાર્ય પૂર્ણ જોશથી ચાલી રહ્યું છે અને પૂર્ણતાના આરે છે. તેમણે પ્રશાસન દ્વારા ચાલી રહેલ વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓ અને પ્રોજેક્‍ટોની પણ માહિતી આપી હતી.

જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપસી સહયોગ વગર વિકાસ સંભવ નથી. તેમણે જિલ્લાના લોક પ્રતિનિધિઓને આગળ આવી સરકારના પ્રયાસોનો લાભ જન જન સુધી પહોંચે તે નિヘતિ કરવા આહ્‌વાન કર્યું હતું.

આ પ્રસંગે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદો, સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્‍ઠ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

Leave a Comment