Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો

દુષ્‍કર્મનો આરોપી ઓમપ્રકાશ શેખાવત જેલમાં બાકોરૂ પાડી 2001માં
ફરાર થઈ ગયો હતો, અંતે ઝડપાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે. પારડી સબ જેલમાં 2001માં દુષ્‍કર્મનો આરોપીને રાખવામાં આવ્‍યો હતો પરંતુ જેલમાં બાકોરૂ પાડી આરોપી કેદી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધી રહી હતી. અંતે 23 વર્ષ બાદ ભાગેડુ કેદીને 2024માં પકડી પાડયોછે.
પારડી સબજેલમાં દુષ્‍કર્મનો આરોપી ઓમપ્રકાશ મનજીતસિંહ શેખાવતને કાચા કામના કેદી તરીકે જેલમાં 2001માં પુરવામાં આવ્‍યો હતો. પરંતુ કેટલાક દિવસોમાં આરોપી કેદી જેલમાં બાકોરૂ પાડી જેલ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. વલસાડ પોલીસ ભાગેડુ કેદીને તે પછી શોધતી રહી હતી. અંતે 23 વર્ષ બાદ 2024માં વાપી ટાઉન પોલીસ કેદી ઓમપ્રકાશ શેખાવતને ઝડપવામાં સફળતા મળી હતી. તે 23મા વર્ષે ઝડપાયેલ કેદીને ફરી જેલ ભેગો કર્યો છે. વાપી પોલીસને મોટી સફળતા મળી છે. હરિયાણાથી કેદીને ઊંચકી લઈને ફરી જેલના સળીયા ગણતો કરી દીધો છે.

Related posts

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

મુસ્‍કાન એનજીઓ વાપી દ્વારા હિન્‍દી દિવસ નિમિત્તે વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

પારડી પોલીસે મોતીવાડાથી રિક્ષામાં થતી દારૂની હેરાફેરી ઝડપી

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

Leave a Comment