Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં થયેલો એક નવા ભારતનો જન્‍મઃ ચિત્રા વાઘ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સેલવાસ શહેરની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ અને લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના છેલ્લા 20 વર્ષના પ્રશાસનિક અને રાજનીતિક સફર પર લખાયેલ પુસ્‍તક પર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. મુખ્‍ય અતિથિ તરીકે મહારાષ્ટ્ર ભાજપાના ઉપાધ્‍યક્ષ અને ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્‍ય શ્રીમતી ચિત્રા વાઘ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સેમીનારમાં MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર વિવિધ વક્‍તાઓએ વક્‍તવ્‍ય આપ્‍યું હતું. ત્‍યારબાદ મુખ્‍ય અતિથિ શ્રીમતી ચિત્રા વાઘે તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, મને ખુશી થઈ રહી છે કેપ્રધાનમંત્રી શ્રી મોદીના વિષય ઉપર વ્‍યાખ્‍યાન સાંભળવા માટે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત યથા છે, આ પ્રસંગે હું વિદ્યાર્થીઓને આગ્રહ કરૂં છુ કે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તકને એકવાર અવશ્‍ય વાંચે જેનાથી આપણને પ્રેરણા મળે છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં એક નવા ભારતનો જન્‍મ થયો છે. અગાઉના સમયમાં કોઈને કોઈ જગ્‍યા પર કલાકે કલાકે આતંકવાદી ઘટનાઓ થતી હતી, અને પ્રતિદિન ધમાકાની ખબરો અખબારોમાં વાંચતા હતા, પરંતુ હવે એ થોડા અંશે ઓછું થઈ ગયું છે અને દેશની બાગડોર એક સશક્‍ત મજબૂત નિર્ણય લેવાવાળી સરકારના હાથમાં છે. કોરોના કાળમાં દેશ કેવી રીતે બહાર આવ્‍યો એ પણ આપણે જોયું છે. વસુધૈવ કુટુંબકમ્‌ની ભાવનાથી મોદીએ કોરોનાના ટીકા પાડોશી દેશોને પણ ઉપલબ્‍ધ કરાવ્‍યા જેની સરાહના વિશ્વભરમા થઈ રહી છે. વર્ષ 2014માં દેશમાં શાસનની ધુરા સંભાળ્‍યા બાદ આતંકીઓને એમની ભાષામા જવાબ આપ્‍યો છે. તેમાં ઉરી હુમલાથી એ પણ બતાવી દીધું કે ઘરમાં ઘૂસીને મારીશું. મારો આપ દરેકને આગ્રહ છે કે આ પુસ્‍તક અવશ્‍ય વાંચે, આ પુસ્‍તક આપની કોલેજના લાઈબ્રેરીમાં પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે સંઘપ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રીશ્રીનાપુસ્‍તકને વાંચી રાષ્ટ્રવાદી બનવાની પ્રેરણા મળે છે. મારા યુવા વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રવાદની અલખ આપણે આપણામાં જગાવવાની છે. આ પુસ્‍તક મોદીજીના કર્મઠ કાર્યશૈલીનો અને દેશના માટે અથાક પરિશ્રમ કરવા પ્રેરિત કરેછે.
કોલેજના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે આ શિક્ષણ સંકુલ સદ્‌ભાગી છે કે અહીં MODI@20: Dreams Meet Delivery પુસ્‍તકના માધ્‍યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિષય ઉપર વ્‍યાખ્‍યાનનું આયોજન થયું. વર્ષ 2009માં મોદીજી જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે અમારા આ કેમ્‍પસમાં સભા કરવા આવ્‍યા હતા, એમને આપણા સંઘપ્રદેશ સાથે અગાઉથી જ લગાવ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે આપણા પ્રદેશના પ્રત્‍યેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. જેમાં દાનહમાં મેડીકલ કોલેજ ઉપલબ્‍ધ કરાવવી મોદીજીના આપણી પર વિશેષ આશીર્વાદ છે. આ અવસરે સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, શ્રી મહેશ ગાવિત, પૂર્વ સાંસદ શ્રી સીતારામભાઈ ગવળી, ડો. પ્રમિલા ઉપાધ્‍યાય સહિત કોલેજના આચાર્ય, સ્‍ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

પ્રેસની સ્‍વતંત્રતા અને વ્‍યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્‍ડ રજિસ્‍ટ્રેશન ઓફ પિરિયોડિકલ્‍સ બિલ પસાર કર્યું

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્‍ટર ઝોન વોલીબોલ સ્‍પર્ધામાં ઝળહળતી સફળતા

vartmanpravah

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

Leave a Comment