July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ જણાને ફાયર વિભાગે ફટકારેલી નોટિસ સાથે એક સપ્તાહમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ પાલિકા ફાયર વિભાગ દ્વારા આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ સ્‍થળો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારી એક સપ્તાહની અંદર ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.
તાજેતરમાં રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી આગની હોનારત બાદ સમગ્ર રાજ્‍યમાંઆગ સલામતીના સુવિધા ઉપલબ્‍ધ ન કરનાર બિલ્‍ડીંગો અને જાહેર સ્‍થળો સામે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમરગામ પાલિકા ફાયર વિભાગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બિલ્‍ડીંગો, એપાર્ટમેન્‍ટો, સ્‍કૂલ, હોસ્‍પિટલ, ટયુશન ક્‍લાસીસ હોટલો તથા પબ્‍લિક અવરજવર વાલા ભરચક વિસ્‍તારમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્‍ધ છે કે નહીં તેને ચકાસણી કરી રિપોર્ટ રીઝનલ ફાયર ઓફિસર સુરતને મોકલવામાં આવ્‍યો હતો.
તપાસની કાર્યવાહી બાદ ઉમરગામ નગરપાલિકાના ફાયર વિભાગે ઉમરગામ શહેરમાં જાણીતી ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, બિલ્‍ડીંગ તથા ટયુશન ક્‍લાસીસ મળીને આઠ જણાને નોટિસ ફટકારી છે. અને ફાયર સેફટીની સુવિધા તાત્‍કાલિક એક સપ્તાહમાં ઉપલબ્‍ધ કરાવા જણાવ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

Leave a Comment