July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્‍પો ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: દારૂબંધી વાળા ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્‍યાન બનેલા લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલ સમગ્ર ગુજરાતની પોલીસ શોધી શોધીને બુટલેગરોને જેલના હવાલે કરી રહી છે. તો બીજી તરફ બુટલેગરો પણ પોલીસને ચેલેન્‍જ આપી નવીનવી યુક્‍તિઓ અપનાવી સંઘ પ્રદેશ દમણ અને સેલવાસથી દારૂ ભરી ગુજરાતમાં લાવી પોતાનો દારૂનો ધંધો ચલાવી રહ્યા છે. ગઈકાલે પારડી પોલીસ સ્‍ટેશનના આ.હે.કો.ચંદુ સુરપાલ, પો.કો. બિપિન નટવરજી, આ.હે.કો. મહેન્‍દ્રસિંહ મહોબ્‍બતસિંહ વિગેરેનાઓ
પેટ્રોલીંગમાં હતા એ દરમ્‍યાનમાં પો.કો.બિપિન નટવરજીને સેલવાસથી ભિલાડ થઈ વાપી થી વલસાડ જવાના રોડ પરથી દારૂ ભરી એક પિકઅપ ટેમ્‍પો નંબર જી.જે.27.ટીટી. 4510સુરત જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઈ પારડી પોલીસે પંચો સાથે ઓરવાડ હાઈવે સ્‍થિત ગિરિરાજ હોટલ પાસે નાકાબંધી કરી બાતમીવાળા પિકઅપ ટેમ્‍પોને ઉભો રાખી તપાસ કરતા પ્‍લાસ્‍ટિકના દાણાની બેગની આડમાં વગર પાસ પરમીટનો દારૂ તથા બિયર નગ 624 કિંમત 1 લાખ 75 હજાર તથા ટેમ્‍પાની કિંમત 3 લાખ અને 5 હજારનો મોબાઈલ મળી કુલ 4 લાખ 80 હજાર મુદ્દામાલ સાથે મુકેશ નાથુભાઈ દાસ રહે.વટવા, અમદાવાદની ધરપકડ કરી માલ ભરાવનાર અને પાયલોટીંગ કરનાર આર્યનસિંહ ઉર્ફે અરવિંદ ચૉહાણ રહે.ખાનવેલ તથા વિજયસિંહ અને ચેતનસિંહ રહે. સેલવાસને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે.

Related posts

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની થનારી ઉજવણી

vartmanpravah

ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્‍ગ્‍યુ રોગને ફેલાતો અટકાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment