(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી જીઆઈડીસી ગુંજન ટાઉનશીપ સ્થિત સૌરભ સોસાયટીમાં નવનિર્માણ થયેલ સરદાર પટેલ ચિલ્ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ આવતીકાલે તા.08 એપ્રિલ શનિવારે સાંજના 6 કલાકે યોજાનાર છે.
પ્લે પાર્કનું લોકાર્પણ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે થનાર છે. કાર્યક્રમમાં નોટિફાઈડ ચેરમેન સતિષભાઈ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે તેવુ નોટીપાઈડ ઓથોરીટી દ્વારા જણાવાયું છે.