Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના હરણગામમાં પુરઅસરગ્રસ્‍ત 228 જેટલા શ્રમજીવી પરિવારો માટે સેવા ભાવી સંસ્‍થાઓના સહયોગથી હળપતિ રેસીડન્‍સીમાં પાકા ઘરોનું નિર્માણ કરવામાં આવશે. કેબિનેટ મંત્રીની ઉપસ્‍થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ પૂર્વે સરકાર દ્વારા હરણગામમાં પુરઅસરગ્રસ્‍ત 228 જેટલા પરિવારોને પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા હતા.
હરણગામમાં કાવેરી નદીના કાંઠાના ડિસ્‍કો ફળિયા, નદી ફળિયા સહિતના વિસ્‍તારમાં દર ચોમાસામાં પૂરના પાણી ફરી વળતા શ્રીમજીવો પરિવારો વર્ષોથી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા હતા. અસરગ્રસ્‍ત પરિવારોના કાયમી નિરાકરણ માટે સ્‍થાનિક આગેવાન કિશોરભાઈ, મહેશભાઈ, નરસિંહભાઈ, સરપંચ મુકેશભાઈ સહિત કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાથેના સહયોગથી આ તમામ 228 જેટલા પરિવારોને પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા હતા. હરણગામમા નિર્માણ થનાર હળપતિ રેસિડન્‍સીનું ભૂમિપૂજન કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત સહયોગી સંસ્‍થા વીણા ચેરીટેબલ ટ્રસ્‍ટ નડિયાદના વિણાબેન પટેલ નડિયાદના શ્રી ધીરુભાઈ પટેલ, નિવૃત્ત કલેકટર શ્રી આર.જે.પટેલ, લોકસેવા ટ્રસ્‍ટમોટી ભમતીના ડો.હસમુખ ખરેચા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહ, મહામંત્રી ડૉ.અશ્વિનભાઈની ઉપસ્‍થિતિમાં કરવામાં આવતા અસરગ્રસ્‍ત પરિવારોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સરકાર અને સેવા ભાવી સંસ્‍થાઓના સહયોગથી પુરસરગ્રસ્‍ત પરિવારો માટે હળપતિ રેસીડન્‍સીમાં પાકા મકાનો બનશે અને પૂરની સમસ્‍યાનું કાયમી નિરાકરણ આવશે દાતાઓ ધાર્મિક સંસ્‍થાઓનું કાયમી નિરાકરણ આવશે. દાતાઓ ધાર્મિક સંસ્‍થાઓ, શાળાઓમાં દાન કરતા હોય છે, પરંતુ નડિયાદ અને વાંસદાની સંસ્‍થાઓ દ્વારા આ રીતે આવાસ માટે દાન આપવાની પહેલ કરાઈ છે, આ આપણા વિસ્‍તારની પ્રથમ ઘટના હશે. તેઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. વધુમાં હરણગામના પ્રાથમિક શાળાના વિધાર્થીઓને સ્‍વામિનારાયણ મંદિર રાજકોટ વિદ્યાર્થી મંડળ દ્વારા 170 જેટલી સ્‍કૂલ બેગોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ડીઆર આઈ ઈન્‍ડિયાના વિષ્‍ણુભાઈ ખંડેલવાલ દ્વારા રક્ષાબંધનનાં તહેવારને લઈને બહેનોને 400 જેટલી સાડીઓ પણ આપવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને વી.જી.ઈ.એલ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

Leave a Comment