January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

ધારાસભ્‍ય અનંત પટેલની જાહેરાત ગામમાં પાવર સ્‍ટેશન બનવા નહી દઈશું : તા. ર8મીએ પારડી મામલતદાર કચેરી ઘેરીશુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલે આજે પારડીના ગોયમા ગામે ધામા નાંખ્‍યા હતા. ગામમાં સભા યોજીને ગોયમામાં આવનારા સૂચિત પાવર સ્‍ટેશનનો સખ્‍ત વિરોધ કરવા ગ્રામજનોને હાકલ કરી હતી.
પાવર સ્‍ટેશન વિજળીની વ્‍યવસ્‍થા સંચાલન કરવા હેતુ સરકાર દ્વારા અગામી સમયે ગોઇમામાં પાવર સ્‍ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના તમામ નિર્ણયો માટે વાંસદાના ધારાસભ્‍યને તુરંત વાકુ પડી જાય છે. વિકાસના કામો અંગે પણ પ્રજાને ખાસ કરીને આદિવાસીઓને ગુમરાહ કરવાની કહેવાતી પ્રવૃતિઓની કુદી પડેલ છે. રાજકારણમાં લાઈમલાઈટમાં રહેવા માટે તાપી, નર્મદા, પાર રીવર્સ લીંક પોજેક્‍ટરના આંદોલન બાદ હવે ગોઈમામાં સાકાર થનાર પાવર સ્‍ટેશનનો તેઓએ આજે જોરશોરથી વિરોધ કરીને જાહેરાત કરી હતી કે અમો ગોયમા પાવર સ્‍ટેશન બનવા લઈશું નહી. તે માટે તા. ર9 એપ્રિલે પારડી મામલતદાર કચેરીનો ઘેરો કરીશું. અનંત પટેલની જાહેરાત બાદ રાજકારણ ગરમાઈ ગયું છે.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં સાયકલના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા આયોજન કરાયેલા વિવિધ કાર્યક્રમો

vartmanpravah

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

ખરાબ મૌસમનો ભોગ બનતાં દીવના દરિયામાં વણાંકબારાની ફાયબર બોટે લીધી જળ સમાધી

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

Leave a Comment