September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

રક્ષાબંધન હોવાથી અનેક લોકોની ભીડ મંદિરમાં હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી સેલવાસ રોડ ભડકમોરા વિસ્‍તારમાં આવેલ હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલ બે ઈસમો શિફટ ડિઝાયર કારને મંદિરમાં ઘૂસાડી દેતા ભાગદોડ મચી હતી. પોલીસે ચાલક અને પાસે બેઠેલ બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.
વાપી ભડકમોરામાં આવેલ હનુમાન મંદિરમાં આજે ગુરૂવારે સાંજના સમયે સેલવાસ તરફ જઈ રહેલ શિફટ ડિઝાયર કાર નં.જીજે 14 સીજે 5073ના ચાલકે નશાની ધૃત હાલતમાં કાર નશામાં બેકાબુ બનતા મંદિરમાં ઘૂસાડી દીધી હતી. રક્ષાબંધન હોવાથી મંદિરમાં ભાવિકોની ભીડ હતી. અચાનક કાર મંદિરમાં ધસી આવતા લોકો દોડી ગયા હતા. થોડી વાર નાસમભાગ મચી હતી. સદનસીબે કોઈ ઈજા નહી થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ બાદ તુરંત પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. નશામાં ધૃત ચાલક અને જોડે બેઠેલ બન્ને ઈસમોની અટક કરી હતી. તપાસ કરતા બન્ને નેપાળી હતા તેમજ અતુલ ફળીયામાં રહેતા હોવાનું બહાર આવ્‍યું હતું. કારચાલકની હાલત નશામાં ચકચુર હોવાથી પોલીસે તેને નજીકની ઉષા હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોગ મહોત્‍સવનું આયોજન

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

મરવડની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના ઉચ્‍ચ અને ટેક્‍નિકલ શિક્ષણ નિર્દેશક શિવમ તેવટિયાએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

Leave a Comment