September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

જાહેર રોડ ઉપર મળેલા વાછરડાના શબ અંગેનું સસ્‍પેન્‍સ બરકરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વાપી જીઆઈડીસીમાં આજે સવારે જાહેર રોડ ઉપર કોથળામાં ભરેલ નાની વાછરડીનું ફેંકાયેલ શબ મળી આવતા ભારે ઉત્તેજના ફેલાઈ જવા પામી હતી.
વાપી જીઆઈડીસીના સેકન્‍ડ ફેઈઝ વિસ્‍તારમાં સવારે લોકોની અવર જવર ચાલુ થઈ ત્‍યારે રોડઉપર બંધ કોથળો જાહેરમાં પડેલો જોવા મળ્‍યો હતો. કોથળાને લઈ લોકોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. ત્‍યારબાદ રસ્‍તા ઉપર પડેલા કોથળાને ખોલવામાં આવ્‍યો હતો. ખુલ્‍યા બાદ હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. બંધ કોથળામાં એક દોઢ મહિનાની વાછરડીનું શબ મળી આવેલ. વાછરડીનું શબ જાહેરમાં કેવી રીતે આવ્‍યું? તે પોલીસ માટે પણ તપાસનો વિષય બનતા શબ અંગેની તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

મચ્‍છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્‍ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્‍ય અને અદ્યતન મચ્‍છી માર્કેટ એટલે દમણની મચ્‍છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

Leave a Comment