(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજે મોટી દમણના મગરવાડા ખાતેના ‘પાવર ગ્રીડ’ દ્વારા ‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘પાવર ગ્રીડ’ મગરવાડાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કર્મચારીઓ પદયાત્રામાં જોડાયા હતા અને ભ્રષ્ટચારના વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ પદયાત્રામાં ગ્રામજનો અને સામાન્ય જનતાને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવા બાબતની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી અને પેમ્ફલેટ વહેંચીને ભ્રષ્ટચારનો વિરોધ કરવા માટેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.