(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી પોલીસસ્ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેથળ ફરી એક વખત પારડી હદ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સંભાળતા પો.કો. પરેશભાઈ તથા તેમના સ્ટાફ દ્વારા પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક જગ્યાએ ફરી એક વખત ટ્રાફિક અભિયાન હાથ ધરાતા લાયસન્સ વિનાના, હેલ્મેટ વિનાના અને રોમોયોગીરી કરતા 20, જેટલા બાઈક સવારોની બાઈકો કબજે લઈ એમને આર.ટી.ઓ. મેમો અપાતા લાયસન્સ વિના ફરતા સગીર વયના બાળકો તથા રોમયોગીરી કરનારામાં ફફળાટ ફેલાય જવા પામ્યો હતો.