September 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.16
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીના કાર્યાલય નાની દમણ ખાતે 76મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણીયાની અધ્‍યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી અસ્‍પી દમણીયાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ નિમિત્તે સૌને શુભેચ્‍છા પાઠવી હતી અને વડાપ્રધાનશ્રીના નેતૃત્‍વમાં પ્રદેશ થયેલા વિકાસની યોજનાઓની વિસ્‍તૃતમાહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક કાર્ય કરી રહી છે. મોદીજીની હાકલ પર દેશભરમાં ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે, દમણમાં છેલ્લા 10 દિવસથી દરેક ઘરે ત્રિરંગો, ઘરે ઘરે જઈને ત્રિરંગાના અભિયાનને સફળ બનાવ્‍યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ‘હર ઘર તિરંગો’ ફરકાવ્‍યા પછી ઘણી જગ્‍યાએ જમીન પર કે આમતેમ પડેલા ત્રિરંગા જોવા મળશે. તેથી હું તમાને વિનંતી કરું છું કે તિરંગાનું ક્‍યાંય પણ અપમાન થવું જોઈએ નહીં અને જ્‍યાં પણ કોઈએ તિરંગો ફેંક્‍યો હોય અથવા તિરંગો પડેલો જોવા મળે તો આપણી ફરજ છે કે એ તિરંગાને માનથી ઊંચકીને તેને યોગ્‍ય રીતે સન્‍માન સાથે રાખીએ જેથી રાષ્ટ્રધ્‍વજની ગરિમાને કોઈ નુકસાન નહીં થાય.
આજના કાર્યક્રમમાં માજી સૈનિકોનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું અને દમણ જિલ્લાના પ્રતિભાશાળી ક્રિકેટરોને સ્‍મૃતિ ચિન્‍હ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સાથે પ્રદેશના અન્‍ય રમતના પ્રતિભાશાળી ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખઅને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ટંડેલ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી શૌકત મીઠાણી, એસસી મોરચાના પ્રમુખ શ્રી નિમેશ દમણિયા, ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી હરીશ પટેલ, લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી બી.એમ.માછી, શ્રીમતી તરૂણાબેન પટેલ તથા ભાજપના કાર્યકરો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અને સ્‍વાગત પ્રવચન દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલે કર્યું હતું.

Related posts

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

Leave a Comment