(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09
ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશના કલેક્ટર ડો. તપસ્યા રાઘવ અને ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ આજરોજ ભાજપ દમણ જિલ્લાની ટીમ સાથે સંઘપ્રદેશ કલેક્ટર ડો. તપસ્યા રાઘવ અને નાયબ કલેક્ટર શ્રી મોહિત મિશ્રાને કલેક્ટર કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટર ડો.તપસ્યા રાઘવ અને ડેપ્યુટી કલેક્ટર સાથે દમણ જિલ્લાના વિવિધ મહત્વના સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
આ અવસરે દમણ ભાજપ જિલ્લા ટીમ તરફથી જિલ્લા મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, શ્રી વિમલ પટેલ, ટ્રેસર શ્રી અનુજ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી રૂક્ષ્મણી ભાનુશાલી, જિલ્લા મંત્રી શ્રી કિરીટ દમણિયા, શ્રી કલ્પેશ સીતારામ, શ્રી શિવકુમાર સિંઘ, જિલ્લા કન્વીનર સુનિતા રેડ્ડી હાજર રહ્યા હતા.