Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

સતત 12 વર્ષથી વૈશ્વિક સ્‍તરે વિવિધ મેરેથોનમાં ભાગ લેનાર અને માત્ર 10 વર્ષના ગાળામાં 100 થી વધુ મેરેથોન પાર કરનાર જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી હિતેશ ચુનીલાલપોપટલાલ ગુટકાએ NEB Sports દ્વારા આયોજીત 12 કલાકની સ્‍ટેડિયમ રન સફળતાપૂર્વક પૂરી કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.15: 61 વર્ષિય શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા એક અગ્રણી એક્ષપોર્ટ હાઉસ-ગુટકા ગ્રુપ ઓફ કંપની કે જે 50 થી વધુ દેશોમાં વૈશ્વિક સ્‍તરે ભારતીય ખાદ્યપદાર્થોની (ખાસ કરીને લિજ્જત પાપડ) નિકાસ કરે છે તેના મેનેજીંગ ડાયરેક્‍ટર છે.
49 વર્ષની વયે પ્રથમ વાર દોડેલા હિતેશભાઈએ અત્‍યાર સુધી 100 થી વધારે મેરેથોનમાં સફળતાપૂર્વક ભાગ લીધો છે અને તેમના આ ઉત્‍સાહને કારણે જ તેઓ NEB Sports દ્વારા આયોજીત, 12 કલાક (કૂલ 67 કિ.મી.)ની સ્‍ટેડિયમ રન, મુંબઈ યુનિવર્સિટી ગ્રાઉન્‍ડ મરીન લાઈન્‍સ ખાતે સવારે 5.30 થી સાંજના 5.30 વાગે સફળતાપૂર્વક પૂરી કરી શક્‍યા હતા.
સ્‍ટેડિયમ રન ખાસ કરીને અનુભવી દોડવીરો અને ફિટનેસ ઉત્‍સાહીઓ માટે આયોજવામાં આવે છે. એ મહત્‍વાકાંક્ષી મેરેથોનર્સને અલ્‍ટ્રા રનર્સ બનવામાં મદદ કરે છે. હિતેશભાઈ તેમના પરિવાર, શુભેચ્‍છકો અને મિત્રોના ખૂબ આભારી જેમના પ્રોત્‍સાહનના કારણે તેઓ આજે આ દોડ પૂરી કરી શક્‍યા છે. દોડવીરોને દોડવાની તેમજ તેમની સહનશક્‍તિ ચકાસવાની તક આપવા બદલ તેઓ NEB Sports ના પણ ખૂબ આભારી છે જેણે ખૂબ જ સારી રીતે આયોજન કર્યું હતું.
હિતેશભાઈયુવાનો અને જ્‍યેષ્‍ઠ નાગરિકોને પ્રોત્‍સાહન આપતાં સંદેશ આપવા માગે છે કે મેરેથોનમાં ભાગ લેવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. જો આપણે માનસિક રીતે મજબૂત અને તંદુરસ્‍ત હોઈએ તો કોઈ લક્ષ્ય અશક્‍ય નથી. પરિણામની પરવા કર્યા વગર સ્‍પર્ધામાં ભાગ લેવા એ વધારે મહત્ત્વપૂર્ણ છે. તેઓ કહે છે કે ચુસ્‍ત રહેવા આહારમાં થોડું નિયંત્રણ અને નિયમિત કસરત પૂરતાં છે. કોઈપણ ઉંમરે દોડવાનું શરૂ કરવું શક્‍ય છે અને તેમણે સાબિત કરી લોકોને એક ઉતકૃષ્‍ઠ ઉદાહરણ પૂરુ પાડયું છે.

Related posts

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ડોકમરડી સરકારી શાળાની જગ્‍યા બદલવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment