January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

પંચાયત કચેરી ખાતે સરપંચ સહદેવભાઈ વઘાતેઅને બાલાજી મંદિરના પટાંગણમાં સરીગામનું ગૌરવ ચાર્ટર એકાઉન્‍ટન્‍ટની પદવી હાંસલ કરનાર યુવાન ભાર્ગવ બીપીન ભંડારીના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજવંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16
સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં રાષ્‍ટ્રીય પર્વ 75 માં સ્‍વતંત્ર દિનની ગ્રામજનોએ આઝાદીના અમૃત મહોત્‍સવના ઉમંગ અને તરંગ સાથે ભવ્‍ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોર્ડર સિકયુરિટી ફોર્સના રીટાયર્ડ જવાન શ્રી ઉત્તમભાઈ વારલી મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. સરીગામ પંચાયત કચેરી ખાતે સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને બાલાજી મંદિરના પટાંગણમાં સરીગામનું ગૌરવ ચાર્ટર એકાઉન્‍ટન્‍ટની પદવી હાંસલ કરનાર શ્રી ભાર્ગવ બીપીન ભંડારીના વરદ હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતું.
આ રાષ્‍ટ્રીયપર્વ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગ્રામજનોની ઉપસ્‍થિત વચ્‍ચે સરીગામ પંચાયત કચેરીએ અમલમાં મૂકેલી 8 કલ્‍યાણકારી યોજનાના ફોર્મનું વિમોચન કરી ગ્રામવાસીઓને આઝાદીના અમૃત મહોત્‍સવની ભેટ આપી હતી. આ પ્રસંગે સરીગામના સમાજસેવી વ્‍યક્‍તિઓ શ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી દેવરાજભાઈ ભટ્ટ, પત્રકાર શ્રી ઉપેન્‍દ્રભાઈ, અને પત્રકાર શ્રી રાજેશભાઈ તેમજ મુખ્‍ય અતિથિ તરીકે હાજર રહેલા બીએસએફના રીટાયર્ડ જવાન શ્રી ઉત્તમભાઈ વારલી અને યુવાન શ્રી ભાર્ગવભાઈ ભંડારીને સ્‍મૃતિ ભેટ આપી સાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના દંડક શ્રી દિપકભાઈ મિષાી, સરીગામના રાજકીય આગેવાન શ્રી રાકેશભાઈ રાય, પંચાયતના ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાગડા, પૂર્વ સરપંચ શ્રી શૈલેષભાઈ કૌભિયા, શ્રી રમેશભાઈ દુમાડા, શ્રી વિરેન્‍દ્ર ભટ્ટ (ગુરુજી), ભાજપા તાલુકા સંગઠનના કોષાધ્‍યક્ષ શ્રી નીરવ શાહ, શ્રી વિનોદભાઈ ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના સભ્‍યો અને સરીગામના આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનોની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન અને સરીગામ પંચાયતના માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાય દ્વારા કરવામાં આવ્‍યું હતું.
—-

Related posts

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

vartmanpravah

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment