October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16
ઉમરગામ તાલુકાની માંડા ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં સરપંચ શ્રીમતી સંગીતાબેન પ્રભુભાઈ ઠાકરીયાના વરદ હસ્‍તે ધ્‍વજ વંદન કરી 75 માં સ્‍વતંત્ર દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ધ્‍વજ વંદન પહેલા માંડા ગામના અગ્રણી અને ગ્રામજનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતં. જેમાં માંડા મુખ્‍ય શાળા, સનારપાડા સ્‍કૂલ તથા માંડા પલટપાડા શાળાના વિદ્યાર્થીઓને આગેવાનો હાથમાં તિરંગા સાથે અને દેશભક્‍તિના ગગનચુંબી નારા સાથે રેલી સ્‍વરૂપે પંચાયત કચેરીએ પહોંચી સમગ્ર વાતાવરણને તિરંગા બનાવી દીધુ હતું.
આ રાષ્‍ટ્રીય પર્વ પ્રસંગે માંડા પંચાયતના પૂર્વ સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયાએ વિસ્‍તાર સંખ્‍યામાં ઉપસ્‍થિત ગ્રામજનોને સંબોધન કરતા પંચાયત દ્વારા કરવામાં આવી રહેલી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. તેમજ ભવિષ્‍યમાં થનારા વિકાસના કામોનો ચિતારરજૂ કર્યો હતો. માંડા પંચાયતના સુશાસિત વહીવટના પરિણામે ગ્રામજનોની સુવિધામાં થયેલો વધારો અને પંચાયત દફતરે સરળતા અને તાત્‍કાલિક ધોરણે કરવામાં આવતી વહીવટી કામગીરી જેવી કે આવક જાતિના દાખલા, તેમજ અન્‍ય મહેસુલી કામગીરીથી માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ડેપ્‍યુટી સરપંચ શ્રી મનુભાઈ, પંચાયતના સભ્‍યો માજી સરપંચ શ્રી રમેશભાઈ, શ્રી દિલીપભાઈ, તેમજ શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

મુસ્‍કાન ટીમે ફૂટપાથ પર રહેતા બાળકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment