September 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

મોટા વાઘછીપામાં સાસરે રહેતા ઘર જમાઇએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

બે સંતાનોના પિતા એવા ઘર જમાઈનો આર્થિક તંગીથી કંટાળી આપઘાત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
મૂળ સુરતનો અને પારડી તાલુકાના મોટાવાઘછીપાના રોહિતવાસ ખાતે ઘર જમાઈ તરીકે રહેતો વિજયભાઈ નટુભાઈ બાવાજી ઉ.વ.38એ ગત બુધવારે બપોરે સાસરીના ઘરેલોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો જીવન ટૂંકાવ્‍યું હતું.
બનાવની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક તેમને નીચે ઉતારી સારવાર માટે ડોકટર બોલાવતા ડોક્‍ટરે વિજયભાઇને મળત જાહેર કર્યા હતા.
વિજયભાઈ ઘરમાં સૂતેલા હોય બપોરે 2થી 4ના સમયમાં ફાંસો ખાધો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.છેલ્લા કેટલાય સમયથી બેકાર એવા બે સંતાનોના પિતા વિજયભાઈ ને કોઈ કામ ધંધો નહી મળતા માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું
પારડી પોલીસે લાશનો કબજો લઇ પારડી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ આવ્‍યા હતા. જ્‍યાં પીએમ કરાવી વધુ તપાસ બીટ જમાદાર નીતિનભાઈ આહિરે હાથ ધરી છે.

Related posts

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

વલસાડ સ્‍ટેશનથી બે મહિના પહેલા મોપેડ ચોરી ફરાર થયેલ આરોપી વાપીથી ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment