October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

  • જ્‍યારથી દમણવાડા ગ્રામ પંચાયતમાં નવી ટીમ આવી છે ત્‍યારથી પંચાયત પાસે ફંડ નહીં હોવા છતાં પણ ઘણાં ઐતિહાસિક વિકાસના કામો કરવા મેળવેલી સફળતાઃ મુકેશ ગોસાવી-સરપંચ

  • પંચાયત સંકુલ ખાતે સીએસઆર અંતર્ગત નિર્માણ પામેલ લાઈબ્રેરી, એટીએમ રૂમ અને સરલ સેવા કેન્‍દ્રના નિરીક્ષણ અને ઉદ્‌ઘાટન માટે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અપાનારૂં આમંત્રણ

  • દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે શરૂ કરાયેલો પ્રાકૃત્તિક ખેતીનો પ્રયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 76મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી ખુબ જ આનંદ અને ઉત્‍સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તિરંગો લહેરાવી પોતાના વક્‍તવ્‍યમાં દમણવાડાના સોપાની માતા યુવક મંડળદ્વારા 13મી ઓગસ્‍ટે જમ્‍પોર બીચથી દીવાદાંડી સુધી નિકળેલી ભારત યાત્રામાં રજૂ કરાયેલા ઘેરૈયા નૃત્‍ય બદલ અભિનંદન આપ્‍યા હતા અને સોપાની માતાના મંદિરના ભવ્‍ય નિર્માણ માટે તન મન અને ધનથી સહયોગ આપવાની ખાત્રી પણ આપી હતી. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં 19મી ડિસેમ્‍બર, 2020 સુધી કોઈપણ રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી નહીં થતી હતી અને ધ્‍વજારોહણનો કાર્યક્રમ પણ નહીં કરાતો હતો. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, જ્‍યારથી દમણવાડા ગ્રામ પંચાયતમાં નવી ટીમ આવી છે ત્‍યારથી પંચાયત પાસે ફંડ નહીં હોવા છતાં ઘણાં ઐતિહાસિક કામો કરવા સફળ રહ્યા છીએ. તેમણે લોકોના સહયોગથી વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર બનાવવા કરેલી શરૂઆત, સી.એસ.આર. અંતર્ગત બનેલ લાઈબ્રેરી, એટીએમ રૂમ અને સરલ સેવા કેન્‍દ્રના ઉદ્‌ઘાટન અને નિરીક્ષણ માટે પ્રદેશના પ્રશાસકશ્રીને અપાનારા આમંત્રણની પણ જાણકારી આપી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં નંદઘર અને પુસ્‍તકાલય પણ હોવાથી આ કેમ્‍પસના દમણવાડા ગ્રામ સ્‍વરાજ સંસ્‍કાર સંકુલના નામકરણ માટે ઉચ્‍ચ સ્‍તરે મંજૂરી માંગનાર હોવાની પણ માહિતી આપી હતી.
તેમણે દમણવાડા ગ્રામ પંચાયતના કેટલાક ખેડૂતો દ્વારા પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ પ્રાકૃત્તિક ખેતીનો ઉલ્લેખ કરતાજણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આ ખેડૂતોને દિવેલીના ખોળના ખાતરનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ શ્રેષ્‍ઠ અને સુંદર દમણવાડા ગ્રામ પંચાયતના નિર્માણ માટે ગામલોકોના રચનાત્‍મક સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતનો વહીવટ પારદર્શક રહે તે માટે પંચાયતના લોકોને નાનામાં નાની વસ્‍તુની પણ જાણકારી મળી રહે તે માટે આગ્રહી હોવાનું પણ જણાવ્‍યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ ફક્‍ત ગ્રામ પંચાયત નથી, પરંતુ આપણાં ગામની સરકાર પણ છે. તેથી ગામના વહીવટમાં દરેકને સામેલ થવા તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે બાળાઓ દ્વારા સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, શ્રી મંગેશ હળપતિ, ઉપ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, મુસ્‍લિમ સમાજના આગેવાન શ્રી સાકિબભાઈ, શ્રી નાહિદભાઈ, ભામટી પ્રગતિ મંડળના મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી શર્મિલાબેન પરમાર, આગેવાન શ્રી રવજીભાઈ પટેલ, શ્રીમતી દીપિકા પટેલ, ધારાશાષાી શ્રી જેસલ રાઠોડ, સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન પંચાયતસેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ કર્યું હતું.

Related posts

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

vartmanpravah

દીવના કેવડી ખાતે થયેલા ડિમોલીશનમાં સાંસદના મૌન સામે ઉઠી રહેલા પ્રશ્નો

vartmanpravah

Leave a Comment