February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા ગલોન્‍ડામાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : બાળકોમાં વિષય પ્રત્‍યેની પારંગતતા વધે તેમજ આત્‍મવિશ્વાસ અને યાદશક્‍તિમાં વધારો થાય તે હેતુથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવી રહ્યુંછે.
જે મુજબ પ્રાથમિક કેન્‍દ્ર શાળા, ગલોન્‍ડામાં મુખ્‍ય અતિથિ તરીકે કેન્‍દ્ર શાળા ગલોન્‍ડાના આચાર્ય એચ.એમ.રાઠોડ, ફલાંડીના આચાર્ય શ્રીમતી નિમિષાબેન દેસાઈ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર-ગલોન્‍ડા શ્રીમતી પિનલબેન પટેલ અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર-ફલાંડી શ્રીમતી હિરલબેન સોલંકીની ઉપસ્‍થિતિમાં ‘પ્રશ્નમંચ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગલોન્‍ડા અને ફલાંડી ક્‍લસ્‍ટરમાં સમાવતી 7 જેટલી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને બાળકોએ વિવિધ વિષયો બાબતે પ્રશ્નોતરી કરી હતી અને પોતાના જ્ઞાનની ચકાસણી કરી હતી. કુલ ત્રણ તબક્કામાં રમાયેલી આ સ્‍પર્ધામાં પ્રાથમિક ગુજરાતી શાળા, તળાવપાડાની ટીમ વિજેતા બની હતી અને પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા રનર્સઅપ રહેવા પામી હતી. સ્‍પર્ધાના અંતે વિજેતા અને રનર્સઅપ રહેલી બન્ને ટીમોને ટ્રોફી તેમજ દરેક ટીમને સર્ટિફિકેટ આપવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે દરેક શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત કેન્‍દ્રશાળા ખાનવેલમાં યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: બાળકો જિજ્ઞાસુ બને, વધુ જ્ઞાન મેળવે, વધુ જ્ઞાન મેળવવાના પ્રયત્‍નો કરે તથા સ્‍પર્ધાત્‍મક અનુભવોમેળવે તથા દરેક વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્‍યે રૂચિ વધે, તેમનામાં વિષય પ્રત્‍યેની પારંગતતા વધે તેમજ આત્‍મવિશ્વાસ તથા સ્‍મરણશક્‍તિમાં વધારો થાય તે હેતુથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમન-દીવ, ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયત દાદરા નગર હવેલીના સહયોગથી પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્રશાળા ખાનવેલમાં મુખ્‍ય અતિથિ તરીકે ખાનવેલના બી.આર.સી. શ્રી ગણેશ પાટીલની ઉપસ્‍થિતિમાં ઝોન લેવલ પ્રશ્નોતરી(પ્રશ્નમંચ) સ્‍પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. સંપૂર્ણ સ્‍પર્ધા ટેક્‍નોલોજીના મદદથી સ્‍માર્ટ ટીવી પર પ્રસ્‍તુત કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં કેન્‍દ્રશાળા ખાનવેલ અને આંબોલી અંતર્ગતની કુલ આઠ શાળાઓએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્રની સ્‍પર્ધા ખૂબ જ રોચક બની હતી. જેમાં પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્રશાળા ખાનવેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા બની હતી જ્‍યારે પ્રાથમિક શાળા ઉમરવણી ઉપ વિજેતા બની હતી. આયોજકો દ્વારા સ્‍પર્ધામાં વિજેતા અને ઉપ વિજેતા બનનાર ટીમને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને પ્રોત્‍સાહક ઇનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે આ સ્‍પર્ધાનું ખાસ આયોજનકરવામાં આવ્‍યું હતું અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાનવેલના બી.આર.સી. શ્રી ગણેશ પાટીલે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
આ પ્રસંગે ખાનવેલ ગુજરાતી માધ્‍યમના સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ ચૌધરી, ખાનવેલ ગુજરાતી માધ્‍યમ શાળાના આચાર્યા શ્રીમતી યોગીતાબેન પટેલ તથા અન્‍ય શાખા-શાળાઓના શિક્ષકો દ્વારા સ્‍પર્ધાનું આયોજન માટે સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો. આ ઝોન કક્ષાની સ્‍પર્ધામાં વિજેતા બનેલ ટીમ હવે સંઘપ્રદેશ કક્ષાની ‘પ્રશ્નમંચ’ સ્‍પર્ધામાં ભાગ લેશે.

સેલવાસ પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળામાં ‘પ્રશ્નમંચ’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘પ્રશ્નમંચ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કેન્‍દ્ર શાળા સેલવાસ અને તેની શાખા શાળાઓ, કેન્‍દ્ર શાળા સામરવરણી અને તેની શાખા શાળાઓ તેમજ કેન્‍દ્ર શાળા સેલવાસ હિન્‍દી માધ્‍યમ એમ કુલ આઠ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ઝોનલ લેવલે આ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓમાં વિષયવસ્‍તુનું ઊંડું જ્ઞાન અને વિષય પ્રત્‍યે બાળકોની રસરુચિ વધારવાનો હતો. આ ‘પ્રશ્નમંચ’ સ્‍પર્ધામાં દરેકશાળાઓમાંથી આવેલા માર્ગદર્શક શિક્ષકો, હિન્‍દી માધ્‍યમના આચાર્ય શ્રી બ્રિજભૂષણ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રીમતી લીનાબેન સોલંકીના સહકારથી સ્‍પર્ધા યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધાનું સફળ આયોજન બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી વોરાના માર્ગદર્શન હેઠળ થયું હતું.

Related posts

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

Leave a Comment