Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17
11 ઓગસ્‍ટ રક્ષાબંધન અને 12 ઓગસ્‍ટ આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા રક્ષા સપ્તાહ અંતર્ગત આઈટીઆઈમાં કાર્યક્રમ રાખવામાં આવ્‍યો. 12 ઓગસ્‍ટ આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસ તરીકે સાલ 2000 થી મનાવવામાં આવે છે. ભારત દેશ યુવાનોનો દેશ માનવામાં આવે છે. 65 ટકાથી પણ વધારે યુવા ભાઈ-બહેનો ભારત દેશમાં છે. યુવાનો પ્રતિ પરિવાર, દેશ, વિશ્વ અને સ્‍વયં ભગવાન પણ આશા ભરી નજરોથી જોઈ રહ્યા છે. બાળક અને વૃદ્ધ બંને પેઢીને જોડવાની કડી એટલે યુવા. યુવા એ વિશ્વનો આધાર છે.
વર્ષ 2022 ની થીમ પ્રમાણે પેઢીઓની આંતરિક એકરસતા બની રહે એ બહુ જરૂરી છે. યુવાઓને પણ આ વાતમાટે ચિંતનશીલ બનવું પડશે કે કેવી રીતે જનરેશન ગેપને સમાપ્ત કરીને બાળકોની સાથે પ્‍યારથી અને મોટાઓ સાથે સન્‍માનથી રહીએ, આપસી તોહ અને એક્‍તાનું વાતાવરણ બનાવી રાખીએ. વાસ્‍તવિકતા જોઈએ તો વર્તમાન સમય સંસારની હાલત દયાજનક છે, એને પરિવર્તન કરવું આપણા હાથમાં છે. જેમ રાત્રિના અંધકારને સમાપ્ત કરવા માટે સૂર્ય કાફી છે એવી રીતે વિશ્વમાં છવાયેલા અંધકારને કારણે માનવ જીવનમાં દુઃખ, અશાંતિ, તણાવ, ભય, ચિંતા ફેલાયેલા છે એમાં યુવા એ આશાનું કિરણ છે.
યુવાઓમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, રચનાત્‍મક સર્વ શક્‍તિઓ વધારે માત્રામાં હોય છે અને તે સ્‍વયં માનવથી દેવ બનીને પોતાના સંગનો રંગ લગાવી ને આખા વિશ્વને પરિવર્તન કરવામાં કામયાબ થઈ શકે છે. આજના દિવસે દરેક યુવા નક્કી કરી લે કે, આત્‍મવિશ્વાસ અને નિર્ભયતાની સાથે પોતાના વ્‍યક્‍તિત્‍વને આદર્શ બનાવીશ. એના માટે ચાર વાતોને ધ્‍યાનમાં રાખી સ્‍વયંની દિનચર્યાને સુંદર બનાવવામાં આવે. જેમાં (1) મેડીટેશન અને એક્‍સરસાઈઝને જીવનનું અંગ બનાવીએ. (2) સ્‍વયંના જીવનને જોઈને આગળ વધીએ, સારા દોસ્‍ત બનાવીએ. (3) પોતાના જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે એ દોસ્‍તો સાથે શેર કરી લેન – દેન કરીએ અને (4) સારા મિત્રોનો સંગઠન બનાવીને સંસારમાં સેવા,સદાચાર અને સમાનતા જેવી ભાવનાઓને વ્‍યાપક કરીએ. એકબીજાની દુરીને સમાપ્ત કરીએ. આ 4 વાતો અગર છે તો જીવનમાં પરિવર્તન જોવા મળશે અને પોતાના દરેક કાર્યમાં સફળતા અવશ્‍ય મળશે. આ વર્ષમાં આપસી એકતાની શક્‍તિથી સંસારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવીએ.
કાર્યક્રમની શરૂઆતમાં અરવિંદભાઈ જેઠવા ઉપસ્‍થિત મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું. દીપક પ્રજ્‍વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ફુડ ઈન્‍સપેકટર શ્રી રોહીતભાઈ સોલંકીએ યુવાનો પ્રતિ ઉમંગ ઉત્‍સાહ વર્ધક વાતો કહીને યુવાઓને આગળ વધવા માટે પ્રેરણા આપી બ્રહ્માકુમારી ગીતાબેને રક્ષાબંધનનો આધ્‍યાત્‍મિક રહસ્‍ય અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસનું મહત્‍વ સમજાવતા કહ્યું રક્ષાબંધન જેમાં તિલક કરવામાં આવે છે એ આત્‍મિક સ્‍મૃતિની યાદગાર છે, રાખડી એ પવિત્રતાનું અને મીઠાઈ એ મધુરતાનું પ્રતીક છે. બદલામાં ભાઈ-બહેનને કંઈક ને કંઈક ભેટ સોગાત આપે છે. પરમાત્‍મા તરફથી બાંધેલી આ રાખડીના બદલામાં ભાઈ પોતાના જીવનમાંથી કોઈને કોઈ વ્‍યસન (જેવા કે દારૂ, બીડી, તમાકુ, સિગરેટ) અથવા ખરાબ આદતનું દાન આપે એવી અપીલ કરવામાં આવી. આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસ નિમિત્તે વાત કરતા બ્રહ્માકુમારી ગીતાબેને કહ્યું કે, યુવા એની પાછળ હ શબ્‍દ લગાવી દઈએ તો યુ વાહ થઈ જાયએટલે કે દરેક વ્‍યક્‍તિના પ્રતી શ્રેષ્ઠ ભાવ રહે.
બીજું, યુવા શબ્‍દને જો ઊલટું કરવામાં આવે તો વાયુ થાય છે યુવાનો વાયુવેગે પોતાના જીવનમાં સકારાત્‍મકતા તરફ આગળ વધે મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરે એવી શુભ ભાવના પ્રગટ કરવામાં આવી અને ત્રીજું યુવાને અંગ્રેજીમાં યુથ (ળ્‍બ્‍શ્‍વ્‍ણ્‍) કહેવામાં આવે છે. ળ્‍-યોગી, બ્‍-ઓપ્‍ટિમિસ્‍ટ, શ્‍-યુનિટી, વ્‍-ટ્રસ્‍ટી, ણ્‍-ઓનેસ્‍ટ.
યુવાન પોતાના જીવનમાં રાજયોગ મેડિટેશનનો અભ્‍યાસ કરે, આશાવાદી બને, એકતાથી રહે, દરેક કાર્યમાં નિમિત ભાવ રાખે અને સંબંધોમાં વફાદાર રહે તો દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું, પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરી શકશે. આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ બ્રહ્માકુમારીઝ પરિવાર તરફથી આઈ.ટી.આઈ. અને ટી.ટીઆઈ.ના સ્‍ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને આપવામાં આવી અને પછી દરેક ભાઈ-બહેનોને પવિત્રતાનું રક્ષાસૂત્ર બાંધી પરમાત્‍મ વરદાન આપવામાં આવ્‍યું હતું. દરેક ભાઈ-બહેનોએ પોતના જીવનમાંથી કોઈ ને કોઇ કમજોરીનું દાન કર્યું. અંતમાં અરવિંદભાઈએ દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
—-

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

vartmanpravah

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં શ્રેય ઈલેવન ચેમ્‍પિયન, રનર્સઅપ તરીકે જલારામ ઈલેવનઃ બંને ટીમોને રોકડ તથા ટ્રોફિ એનાયત કરાઈ

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

vartmanpravah

Leave a Comment