October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

વિજ લાઈનના ઝુકેલા થાંભલાથી કરંટ લાગ્‍યાની ચર્ચા : નિર્દોષ ભેંસો ભોગ બની : પશુપાલકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિભાગ-3 પાસે ખુલ્લા મેદાનમાં ભેસો ચારો ચરી રહી હતી ત્‍યારે અચાનક વિજ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરણ પામતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિસ્‍તારમાં આજે રવિવારે સવારે ખુલ્લા ઘાસના મેદાનમાં ભેંસો ચરી રહી હતી ત્‍યારે એકદમ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરી ગઈ હતી. સ્‍થાનિકોએ અહીં ઝુકેલા થાંભલા અને વાયરો બાબતે વિજ કંપનીને વારંવાર ધ્‍યાન દોર્યું હતું પરંતુ વિજ કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા પશુપાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટના ઘટયા બાદ પણ વિજ અધિકારીઓ જાણતા નહીહોવાનું રટણ રટી રહ્યા હતા.

Related posts

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડયા: બે બાઈક અને સાત મોબાઈલ કબજે કર્યા

vartmanpravah

નવા કાયદાના વિરોધમાં ચીખલીમાં સતત બીજા દિવસે પણ ટ્રક ચાલકોની હડતાળ યથાવત

vartmanpravah

Leave a Comment