October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

પુલના દમણ તરફના છેડા ઉપર અકસ્‍માત : ટેમ્‍પો બ્રિજની દિવાલ તોડી લટકી પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
વાપી પૂર્વ-પヘમિને જોડતા હાર્ટ લાઈન સમા રેલવે ઓવરબ્રિજ ઉપર આજે બુધવારે બપોરે રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતને લઈ કલાકો સુધી અવરજવર ઠપ થઈ જતા ટ્રાફિક સર્જાયો હતો.
સતત ટ્રાફિકનું ભારણ કરી રહેલ વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ઉપર બપોરે આઈસર ટેમ્‍પો નં.જીજે 15 એવી 0627 દમણ તરફ જઈ રહ્યો હતો ત્‍યારે ઓવરટેક કરવા જતા સામે આવી રહેલી રિક્ષા નં.જીજે 15 એયુ 9493 ને ધડાકા સાથે અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. તેમજ ટેમ્‍પો પુલની દિવાલ પર લટકી અટકી ગયો હતો. સદ્દનસીબે ટેમ્‍પો નીચે નહી ખાબકેલો નહિતર મોટી દુર્ઘટના થતા સહેજે અટકી ગઈ હતી. અકસ્‍માતમાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્‍ત થતા તેને ચલા સી.એસ.સી. ખાતે સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ અને હોમગાર્ડ આવીપહોંચતા અકસ્‍માત ગ્રસ્‍ત બન્ને વાહનોને ખસેડયા હતા. તે પહેલાં પુલના બન્ને છેડે વાહનોની કતારો લાગી જતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો તે પચી બે થી ત્રણ કલાકે ટ્રાફિક થાળે પડયો હતો.

Related posts

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાનો આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

Leave a Comment