Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્‍દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આજે દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં કેન્‍દ્રીય પશુપાલન ડેરી અને મત્‍સ્‍યપાલન વિભાગના કેબિનેટ મંત્રી અને રાષ્‍ટ્રીય પશુપાલન અને ડેરી તથા રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડના ચેરમેન શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબંધિત વિભાગના દરેક મંત્રીઓ, સચિવો અને મત્‍સ્‍ય વિભાગના કમિશ્નર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર અને 15 સભ્‍યોની ટીમે પણ ભાગ લીધો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે દમણ-દીવના માછીમારોની સમસ્‍યા અને વિવિધ માંગણીઓ આજની બોર્ડ મીટિંગમાં રજૂ કરી હતી. તેમણે રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચેરમેન શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રત્‍યક્ષ મુલાકાત કરી તેમને દમણ-દીવના માછીમારોની સમસ્‍યાથી પણ માહિતગાર કર્યા હતા અને આ સંદર્ભમાં એકઆવેદનપત્ર પણ પાઠવ્‍યું હતું.

Related posts

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

vartmanpravah

Leave a Comment