રાત્રી દરમિયાન સિવિલ રેઢીયાળ બની જાય છે, રોજેરોજ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વલસાડ સિવિલ હોસ્પિટલની વારંવાર ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે. ગત રાત્રીમાં આહવામાં અકસ્માતમાં થયેલ યુવકની વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવક દર્દી પીડામાં કલાકો સુધી બેડ ઉપર કણસતો રહ્યો પરંતુ સિવિલનો તબીબી સ્ટાફે યુવકની કોઈ સારવાર તો દૂર રહી પરંતુ નોંધ સુધ્ધાં નહોતી લીધી. તેથી સ્વજનો ખુબ રોષે ભરાયા હતા. સિવિલમાં રાત્રી દરમિયાન દરમિયાન કેવળ લાલીયાવાડી ચાલતી રહે છે તેવી અનેક ફરિયાદો ઉઠી રહી છે.
વલસાડ સિવિલ હોસ્પિટલ તો વહીવટ સરકારી તંત્ર છે તેવું અવાર નવાર જોવા મળે છે. રાત્રી દરમિયાન દર્દીની ઉપેક્ષા કરવામાં આવે છે. આહવાનો અકસ્માતમાં ઘાયલ થયેલ યુવક કલાકો સુધી બેડ ઉપર પીડાની બુમોપાડતો રહેલો, ડોક્ટર-નર્સ કે અન્ય કોઈ કર્મચારી ફરક્યા નહોતા તેથી પરિવારજનો ખુબ રોષે ભરાયા હતા. રાત્રી દરમિયાન આખુ તંત્ર રેઢીયાળ બની જાય છે. દૂર દૂર આવતા સેંકડો દર્દીઓને સારવાર માટે દાખલ કરાય છે પરંતુ આવેલ દર્દીઓના સગા-વહાલાને માટે રાત્રે સુવાની કે આરામ કરવાની કોઈ સગવડ નથી. લોકો જ્યાં ત્યાં ફર્સ ઉપર ભોંયતળીયે રાત ગુજારો કરતા હોવાના દૃશ્યો સિવિલમાં રોજના જોવા મળી રહ્યા છે.