July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

ટ્રાઈસ્‍ટાર ઈન્‍ટર મીડીયેટ પ્રા.લી.ના સી.એસ.આર. પ્રોજેક્‍ટ અંતર્ગત આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા શનિવારે સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના સરકાર બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ટ્રાઈસ્‍ટાર ઈન્‍ટર મીડીએટ પ્રા.લી. સરીગામ સી.એસ.આર. પ્રોજેક્‍ટ તથા સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના સહકારથી રક્‍તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી વાપીના ચેરમેન કિરિટભાઈ શાષાી તાલુકા બ્રાન્‍ચ કમલેશ ભટ્ટ, એસ.એસ.આઈ.ના બી.કે. દાયમા તથા કૌશિક પટેલની ટીમે સારી એવી જહેમત ઉઠાવી રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો. આ પ્રસંગે ઉમરગામધારાસભ્‍ય રમણલાલ પાટકર ખાસ ઉપસ્‍થિત રહીને આયોજકોની સેવા ભાવનોને બિરદાવી હતી. ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી વલસાડના માનદ મંત્રી ડો.યઝદી ઈટાલીયાએ રેડક્રોસની કામગીરીનો વિસ્‍તૃત ચિતાર આપ્‍યો હતો. રક્‍તદાન શિબિરો વારંવાર યોજવાની અપીલ કરી હતી. શિબિરમાં 158 યુનિટ રક્‍તદાન થયું હતું.

Related posts

લ્‍યો કરો વાત…દમણ ન.પા. દ્વારા છપલી શેરીના ટોયલેટના વપરાશકારો પાસેથી ચાર્જ પણ વસૂલ કરાતો હતો

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment