October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
‘ક્‍લીન દમણ… ગ્રીન દમણ’ના સંકલ્‍પને ચરિતાર્થ કરવા વધુ વૃક્ષ વાવોના સંકલ્‍પ સાથે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સંસ્‍થાના પ્રમુખ શ્રી કમલેશ પટેલ, સેક્રેટરી શ્રીમતિ ડિમ્‍પલ પટેલ, ખજાનચી શ્રીમતિ હેમાક્ષી પટેલ, વડીલ શ્રીમતી ઈન્‍દુબેન પટેલ તથા સંસ્‍થાના તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહી આસપાસના વિસ્‍તારમાં વૃક્ષો વાવી તેનું જતન કરી પર્યાવરણને શુદ્ધ અને સ્‍વચ્‍છ રાખવાના સરકારના પ્રયાસમાં સહભાગી બની દેશના જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવવા સંકલ્‍પ કર્યો હતો. આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ શ્રી કમલેશ પટેલે ‘પર્યાવરણના જતનમાં આપણી ભૂમિકા’ વિષય પર વક્‍તવ્‍ય રજૂ કરી પર્યાવરણના જતન માટેના વિવિધ ઉપાયો અને તેમાં આપનીભૂમિકા વિશે વિગતે સમજ આપી હતી.

Related posts

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah

ખરાબ મૌસમનો ભોગ બનતાં દીવના દરિયામાં વણાંકબારાની ફાયબર બોટે લીધી જળ સમાધી

vartmanpravah

Leave a Comment