Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01
દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યા પરથી જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરાજ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે પૂજા અર્ચના અને આરતી કરી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. એક જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા રથ યાત્રા કાઢવામાં આવી હતી અને બીજી યાત્રા બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડાચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી પસાર થઈ બાદમા નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રથ યાત્રા રોકાઈ હતી, ત્‍યાં સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. સામરવરણી જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈબલરાજની મૂર્તિઓને મંદિરમાં પરત ફરશે. બીજી યાત્રા જે બાલદેવીથી નીકળી હતી એ સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાશે. જ્‍યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે, બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમા લઈ જવાશે. આ રથયાત્રામાં સ્‍કાઉટ ગાઈડની ટીમે વોલિયેન્‍ટર તરીકેની સેવા આપી હતી જેઓએ ટ્રાફિક કંટ્રોલ સહિત વિવિધ સેવા કરી હતી. આ રથયાત્રા દરમ્‍યાન ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત જોવા મળ્‍યો હતો. બે વર્ષ કોરોન કાળ બાદ ભારે વરસાદ હોવા છતાં પણ ભાવિક ભક્‍તોમાં રથયાત્રા દરમ્‍યાન ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

Related posts

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

Leave a Comment