June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21 ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓ આજના ડિજીટલ અને સ્‍પર્ધાત્‍મક યુગમાં દરેક ક્ષેત્રમાં યોગ્‍ય નિર્ણયો લઈ શકે તે માટે પ્‍.ય્‍.ર્ભ્‍ીશ ફાઉન્‍ડેશન મુંબઈના સહયોગથી 2 દિવસ લીડરશીપ તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના 80 વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંતથી 2 દિવસની તાલીમ પૂર્ણ કરી હતી. તાલીમ આપનાર શ્રી રાજીવકુમાર લવ અને શ્રીમતી ક્‍લેરીસાએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને વિવિધ રમતો દ્વારા, ઉદાહરણો આપી તેમજ બિઝનેસમેનોના જીવનના અનુભવના પ્રસંગોની વાત કરીને હેતુ નક્કી કરવો, પોતાના વિશે જાણવું, ટીમવર્ક તથા નિર્ણાયક શક્‍તિ, વકળત્‍વતેમજ જીવનમાં સફળ થવા માટે જરૂરી લક્ષણોની ખૂબજ ઉંડાણથી તાલીમ આપી હતી. ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ પણ તાલીમના અંતે આ સ્‍પર્ધાત્‍મક યુગમાં તેઓ ઉભા રહી શકશે તેવો આત્‍મવિશ્વાસ કેળવ્‍યો હતો. આ સમગ્ર તાલીમનું સંચાલન ડો. યતીન વ્‍યાસ, ડો.દિપક સાંકી, ડો. ક્રિષ્‍ના રાજપૂત તેમજ પ્રા. શિવાની ગજરે એ કર્યુ હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે તાલીમ આપનાર અને સંચાલકોનો આભાર વ્‍યક્‍ત કરી વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થાય તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

આદિવાસી યુવતીને જાતિ વિષયક ગાળો દેનારી અવધ યુટોપિયાની ભારતી શાહ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

Leave a Comment