(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21
ચીખલીના સમરોલી હાઈવે ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે ચીખલી-બીલીમોરા માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અને મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. વધુ ચાર રસ્તા સાથે ટ્રાફિક જંકશન હોવાથી ખાડાઓના સામ્રાજ્યને પગલે અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જોકે માર્ગ મકાન કે હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓ પુરવા કોઈ જ તસ્દી ન લેવાતા દિવસે-દિવસે માર્ગનીહાલત વધુને વધુ બદતર થઈ રહી હતી.
તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન થતાં સમરોલીની સેવાભાવી સંસ્થા આર્ય ગ્રુપના કલ્પેશભાઈ, નિકુંજભાઈ સહિતના આગેવાનો આગળ આવી જીએસબી સહિતનો માલ સામાન મંગાવી ખાડાઓ પુરી માર્ગની મરામત કરતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી.ખાડાઓ પુરાતા હાઇવે ઓવરબ્રિજ ચાર રસ્તા પાસે ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ સાથે વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી.
Previous post