Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: અત્રે ચણોદ કેશવજી ભરમલ સુમરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે દરેક ક્ષેત્રનું જ્ઞાન મેળવીને દુનિયા સાથે તાલીમ મેળવી શકે તે માટે અને વ્‍યક્‍તિગત જીવનમાં ડીજીટલ ક્ષેત્રમાં પણ વ્‍યવસાય કરીને આર્થિક રીતે પગભર થઈ શકે તે હેતુથી સેલ્‍ફ હેલ્‍પ ફોરમ ઓફ કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ કોલેજના યુનિટ હેઠળ ડીજીટલ માર્કેટીંગ વિષય પર સેમીનાર યોજાયો હતો. આ સેમીનારના મુખ્‍ય વક્‍તા અને કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી મિત્રો કુમારી મમતા બાગરેચા (પરફોર્મન્‍સ માર્કેટર એન્‍ડ એન્‍ટર પ્રિન્‍યોર) તેમજ શ્રી કેતન પટેલ (પરફોર્મન્‍સ માર્કેટર)હાજર રહ્યા હતા. તેમણે તેમના વ્‍યક્‍તવ્‍યમાં ર્ગ્‍ીતશણૂ ંશ્‍ ઝશશિંર્દ્દીશ્ર ર્પ્‍ીશ્વત્ત્ફૂદ્દશઁ, લ્‍ચ્‍બ્‍, ગ્‍ન્‍બ્‍ઞ્‍, સ્‍ન્‍બ્‍ઞ્‍, ફૂ-ર્ળીશશ્ર ર્ળીશ્વત્ત્ફૂદ્દશઁ, રૂંશ્વફુ ભ્‍શ્વફૂતત, તંણૂર્શીશ્ર ળફૂફુર્શી વગેરે વિષય પર ઊંડાણથી સમજ આપતા આ ડીજીટલ ક્ષેત્રમાં રહેલ આર્થિક આવક વિશે અને ભવિષ્‍ય વિશે માહિતી આપી હતી. આ સેમીનારનું સંચાલન મદદનીશ પ્રાધ્‍યાપક ડો. દિપક સાંકી તેમજ ડો.યતીન વ્‍યાસે કર્યું. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ બી.ચોહાણે વકતાશ્રીઓનો આભાર વ્‍યક્‍ત કરી હાજર રહેલ વિદ્યાર્થી મિત્રોને ડીજીટલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા શુભેરછા પાઠવી હતી.

Related posts

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોગ મહોત્‍સવનું આયોજન

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડથી કુંભ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્‍પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે

vartmanpravah

શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવાશે

vartmanpravah

Leave a Comment