Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

કપરાડાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ચોમાસામાં દયનીય હાલતોના ભોગ બનતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કપરાડા તાલુકો એટલે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી. આ વિસ્‍તારમાં સૌથી વધારે વરસાદ પડે છે. વરસાદ તેમના માટે આશિર્વાદરૂપ કરતા શાપરૂપ વધારે બની રહે છે. કારણ કે ચોમાસામાં અનેક કોઝવે, ચેકડેમ, પુલો, રસ્‍તાઓના ધોવાણ થઈ જતા હોય છે. પરિણામે વિપરીત સ્‍થિતિનો સામનો મોટા ભાગના વિસ્‍તારના લોકો કરતા આવ્‍યા છે. તેનુ જીવંત ઉદાહરણીય ઘટના કપરાડાના વાવર ગામે ઘટી છે. ગામમાં મૃત્‍યુ થતા અંતિમ યાત્રા સ્‍મશાને પહોંચવા માટે ધસમસતા કોઝવે ઉપરથી જીવના જોખમે ચાલીને ગ્રામજનોએ કાઢી હતી.
કપરાડાવિસ્‍તારમાં વરસતા અતિશય વરસાદને આધિન અનેક વિષમ સ્‍થિતિઓ પ્રત્‍યેક ચોમાસામાં થતી હોય છે. અનેક ગામોના રોડ, રસ્‍તા, કોઝવેના ધોવાણો થતા સંપર્ક તૂટી જતા હોય છે. કપરાડાના વાવર ગામ પાસે આવેલ કોઝવે ઉપર વહી રહેલા પાણીને લઈ સ્‍મશાનનો સંપર્ક તૂટી ગયો છે. આજે રવિવારે ગ્રામજનોને અંતિમ યાત્રા કોઝવે ઉપર પાણીમાં જીવના જોખમે કાઢવી પડી હતી. આઝાદી ના 75 વર્ષનો દેશ અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે પરંતુ કપરાડા અંતરિયાળ વિસ્‍તાર આજે પણ પ્રાથમિક અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્‍તાર ડગલ પગલે અસહ્ય લાચારીનો ભોગ બની રહ્યો છે.
—–

Related posts

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

Leave a Comment