Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ, આછવણી દ્વારા તા.૨૫/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે સામુહિક પિતૃ શ્રાદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, નાંધઈના પરિસરમાં રાખવામાં આવ્યું છે. જેમાં જેમણે આવવું હોય એમણે ઉપરોક્ત તારીખ અને સમયે પહોંચી જવાનું રહેશે. શ્રાધ્ધમાં બેસનાર તથા સાથે આવનાર અન્ય તમામ માટે વિનામૂલ્યે મહા પ્રસાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રાદ્ધમાં બેસનારે મોટો થાળો-૧, થાળી-૨, તાંબાનો લોટો-૧, થાળી-૨, ચમચી-૨, ચોખા અને અડદનો લોટ 250-250 ગ્રામ, ફૂલ, શ્રીફળ-૧, ગાયનું દૂધ, ખાખરાના પાન, બેસવાનું આસન સાથે લાવવાનું રહેશે.
હિન્દૂ શાસ્ત્ર મુજબ અત્યારે ભાદરવો માસ ચાલે છે. ભાદરવા વદ એકમથી અમાસ સુધી પિતૃ પક્ષ કહેવાય છે, જેમાં શ્રાદ્ધ પિતૃ તર્પણ કરવાની પરંપરા છે. જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય એ દિને શ્રાદ્ધ મોટા પાયે થાય છે. પરંતુ ધર્માચાર્ય પૂ. પરભુદાદા કહે છે કે, દરેક તિથિના દેવતા છે, તે જ પ્રમાણે અમાવસ્યના પિતૃ દેવતા છે, પિતૃ દેવતાના દિવસે તમામ પિતૃઓ પિતૃ દેવતા પાસે જાય છે, જેના કારણે અમાવસ્યાના દિવસે સર્વપિતૃ અમાવસ્યા કહેવાય છે. જાણે અજાણ્યે કોઈને પિતૃ શ્રાધ્ધની તિથિ ખબર ના હોય તો એ દિને મરણ તિથિ ન હોય અને પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો પણ એની તર્પણ વિધિ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

Leave a Comment